Navi Mumbai Building Collapse: નવી મુંબઈ મહારાષ્ટ્રમાં એક ત્રણ માળની ઈમારત 'ઈન્દિરા નિવાસ' ધરાશાયી થઈ છે. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. શાહબાઝ ગામમાં આ દુર્ઘટનાની જાણકારી મળતા જ NDRF, મુંબઈ પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.


ઉલ્લેખનીય છે કે મુંબઈને અડીને આવેલા નવી મુંબઈના શાહબાઝ ગામમાં આવેલી ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. શાહબાઝ ગામ નવી મુંબઈના CBD બેલાપુર વિસ્તારમાં આવેલું છે. ઈમારતનું નામ 'ઈન્દિરા નિવાસ' હોવાનું કહેવાય છે. આ ઈમારત ગ્રાઉન્ડ પ્લસ 3 માળની હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઘટના આજે (શનિવાર, 27 જુલાઈ) સવારે 4.35 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં બે લોકો દટાયા હોવાની આશંકા છે.




ઈમારત ધરાશાયી થવાના ડરથી લોકો પહેલાથી બહાર નિકળી ગયા હતા


ઈમારત ધરાશાયી થવાની આશંકાથી ઈમારતમાં રહેલા તમામ લોકો અકસ્માત પહેલા જ બહાર આવી ગયા હતા. બે લોકો માટે બહાર આવવામાં વિલંબ થયો, જેના કારણે એવી આશંકા છે કે તેઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો સહિત પોલીસ ઘટનાસ્થળે હાજર છે.


2 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 


નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ માહિતી આપી છે કે, "આ ઈમારત આજે સવારે 5.00 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ સેક્ટર-19, શાહબાઝ ગામમાં એક G+3 બિલ્ડીંગ છે. આ 3 માળની ઈમારતમાંથી 52 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા." કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે."




બિલ્ડિંગ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ હોસ્પિટલમાં છે અને તેમની હાલત સ્થિર છે. ઇમારત 10 વર્ષ જૂની છે. હવે તપાસ કરવામાં આવી રહી છે, જેની બિલ્ડિંગ છે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.