નવી દિલ્લીઃ ભાજપના પૂર્વ નેતા નવજોતસિંહ સિદ્ધુ આપ પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા અનેક દિવસોથી ચાલી રહી હતી પણ હવે નવજોતસિંહ સિદ્ધુએ એક નવી પાર્ટીની જાહેરાત કરી હતી. સિદ્ધુએ પરગટ સિંહ અને બેસ બ્રધર્સ સાથે મળીને પંજાબમાં ‘અવાજ એ પંજાબ’ નામની નવી પાર્ટીની જાહેરાત કરી છે. જેથી હવે સ્પષ્ટ થઇ ગયું છે કે સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય. સિદ્ધુએ આ વાતની જાણકારી પોતાના ફેસબુક એકાઉન્ટમાં શેયર કરી હતી.
નોંધનીય છે કે બીજેપીમાંથી નવજોતસિંહ સિદ્ધુએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ હતું. સિદ્ધુ આ અગાઉ અમૃતસર લોકસભા બેઠકમાંથી સાંસદ રહી ચૂક્યા છે. 2014માં લોકસભા ચૂંટણીમાં અમૃતસરની બેઠક પરથી અરુણ જેટલીને ઉભા રાખવામાં આવ્યા ત્યારથી સિદ્ધુ બીજેપીથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.