Navjot Singh Sidhu Walk Out of Jail:  કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આજે એક વર્ષ પૂર્ણ થવાના લગભગ 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જેલની બહાર તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી અને ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પરથી તેમની જેલમાંથી મુક્ત થવાની જાણકારી આપવામાં આવી હતી. નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરે શુક્રવારે જ બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી.






જેલના નિયમો મુજબ મુક્ત કરાયા


નવજોત સિંહ સિદ્ધુને 1990ના રોડ રેજ કેસમાં 19 મે 2022ના રોજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમને પટિયાલા જેલમાં રાખવામા આવ્યા હતા. પરંતુ આજથી લગભગ 48 દિવસ પહેલા તેઓને જેલમાંથી મુક્ત કરાયા હતા. જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને 4 દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એક પણ દિવસની રજા લીધી ન હતી, જેના કારણે તેમને વહેલા મુક્ત કરવામાં આવ્યા હતા.






પત્નીએ ઈમોશનલ પોસ્ટ કરી


સિદ્ધુની પત્ની નવજોત કૌરે શુક્રવારે કેન્સરના ઓપરેશન માટે જતા પહેલા બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. નવજોત કૌરે લખ્યું હતું કે તેમણે સિદ્ધુને પાઠ ભણાવવા માટે ભગવાન પાસે મૃત્યુની માંગ કરી હતી. તેમણે આગળ લખ્યું હતું કે 'તારી રાહ જોઈ, તમને વારંવાર ન્યાયથી વંચિત જોયા. પરંતુ સત્ય એટલું શક્તિશાળી છે કે તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરશો, તમારી રાહ જોઈ શકતી નથી, કારણ કે આ કેન્સરનું બીજો ઘાતક સ્ટેજ છે. આજે હું સર્જરી માટે જાઉં છું.