DELHI : મહારાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને હનુમાન ચાલીસા વિવાદમાં અને રાજદ્રોહના કેસમાં ચર્ચાસ્પદ રહેલા મહારાષ્ટ્રની અમરાવતી લોકસભાના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ આજે ફરી વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર પ્રહાર કર્યા છે. નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કહ્યું કે શિવસેના ઔરંગઝેબની સેના બની ગઈ છે.
ઉદ્ધવે સત્તાનો દુરુપયોગ કર્યો
નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઉદ્ધવે સત્તાનો દુરુપયોગ કર્યો છે અને જનતા તેનો જવાબ ચોક્કસ આપશે.
નવનીતે કહ્યું કે ગઈકાલે ઉદ્ધવ ઠાકરેએ એક સભાને સંબોધિત કરી હતી. ઉદ્ધવ સરકારે કહ્યું કે આ બેઠક મુંબઈ BMC માટે છે અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. નવનીતે કહ્યું કે આ મીટિંગમાં ઉદ્ધવે ગરીબોની સમસ્યા વિશે વાત નથી કરી, રોજગારની વાત કરી નથી. મહારાષ્ટ્રના લોકો ભયંકર વિજ કટોકટીનો સામનો કરી રહ્યા છે તે અંગે કોઈ વાત કરવામાં આવી ન હતી. તેમને માત્ર હનુમાન ચાલીસાથી જ સમસ્યા છે, તેઓ હનુમાન ચાલીસાની વિરુદ્ધ છે અને હું તેમનાથી ભાગવાની નથી.

શિવસેના ઔરંગઝેબની સેના બની ગઈ
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઔરંગઝેબની કબર પર ફૂલ અને ચાદર ચડાવ્યા હતા. આ ઘટનાને લઇ સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં આજ સુધી કોઈની હિમ્મત નથી થઇ કે છત્રપતિ સંભાજી મહારાજને પીડા આપનાર ઔરંગઝેબની કબર જઈને કોઈ ફૂલ ચડાવે. પણ આ ઉદ્ધવ સરકારમાં બન્યું છે. શિવસેના ઔરંગઝેબની સેના બની ગઈ છે. તમારામાં હિમ્મત હોય તો ઔરંગઝેબની કબર ફૂલ ચડાવનારના દાંત તોડી નાખો.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું કોઈ યોગદાન નથી
નવનીત રાણાના પતિ રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું કોઈ યોગદાન નથી. જયારે બાબરી મસ્જિદ તૂટી ત્યારે તેઓ જંગલમાં ફોટા પડી રહ્યાં હતા.