Who is Navya Haridas: દક્ષિણ ભારતના કેરળમાં વાયનાડ લોકસભા સીટ પર યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવ્યા હરિદાસને ટિકિટ આપી છે. શનિવારે (19 ઓક્ટોબર, 2024) આ માહિતી પાર્ટી તરફથી એ યાદી દ્વારા આપવામાં આવી, જેમાં લોકસભા અને વિધાનસભા બેઠકો પર યોજાનારી ઉપ ચૂંટણી માટે ઉમેદવારોના નામ હતા.


BJP એ આ અગાઉ નવ્યા હરિદાસને 2021ની વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા. નવ્યાએ કોઝિકોડ દક્ષિણ સીટ પરથી ચૂંટણી લડી હતી અને પરિણામો બાદ ત્રીજા સ્થાને હતા. ચાલો, તેમના વિશે 5 મહત્વની વાતો જાણીએ:



  • નવ્યા હરિદાસે KMCT એન્જિનીયરિંગ કોલેજ કાલીકટ યુનિવર્સિટીમાંથી 2007માં B.Tech ની ડિગ્રી મેળવી છે.

  • વર્તમાન સમયમાં નવ્યા હરિદાસની ઉંમર 39 વર્ષ છે.

  • વર્ષ 2021માં કોઝિકોડ દક્ષિણ વિધાનસભા બેઠક પરની ચૂંટણીમાં નવ્યાને 24,873 મત મળ્યા હતા. આ બેઠક પર ઈન્ડિયન નેશનલ લીગના અહમદ દેવરકોવિલે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નૂરબીના રાશિદને 12,459 મતોના માર્જિનથી હરાવ્યા હતા. અહમદ દેવરકોવિલને 52,557 મત મળ્યા હતા. એટલે કે તેમને ચૂંટણી રાજકારણનો અનુભવ છે.

  • ADR મુજબ, નવ્યા હરિદાસ પર કોઈ ફોજદારી કેસ નોંધાયેલો નથી.

  • નવ્યા હરિદાસ BJP મહિલા મોરચામાં રાજ્ય મહાસચિવ પદ પણ સંભાળે છે.






વાયનાડ સીટ કોંગ્રેસ અને BJP માટે કેમ છે ખાસ?


વાયનાડ સીટ BJP અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની લડાઈથી ઓછી નથી. કોંગ્રેસ તરફથી આ સીટ પર પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં છે. લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી દીધી હતી અને રાયબરેલી સીટની સાંસદી જાળવી રાખી. ત્યારબાદ ખાલી થયેલી વાયનાડ સીટ પર ઉપચૂંટણી યોજાઈ રહી છે. પ્રિયંકા ગાંધીના ચૂંટણી રાજકારણમાં પ્રવેશને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.


ઝારખંડ ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર


ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે. આમાં 66 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સરાયકેલા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. ચંપાઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચો છોડીને ભાજપમાં જોડાયા છે. આ સાથે જ બાબુલાલ મરાંડીને ધનવાર બેઠકથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ


ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ