NEET Admit Card 2020 : નીટ એમડિટ કાર્ડ થયી ઇસ્યુ, આ Direct Linkથી કરો ડાઉનલોડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Aug 2020 02:40 PM (IST)
કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે એનટીએએ અનેક દિશાનિર્દેશ નક્કી કર્યા છે.
નવી દિલ્હીઃ નેશિલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ 13 સપ્ટેમ્બરે દેશભરમાં લેવાનારી નીટ પરીક્ષા એડમિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે. પરીક્ષાર્થી પોતાના એડમિટ કાર્ડ એનટીએની સત્તાવાર વેબસાઈટ ntaneet.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાર્થિઓને થોડા દિવસ પહેલા જ જણાવવામાં આવ્યું હતું કે તેમની પરીક્ષા ક્યા શહેરમાં છે. હવે એડમિટા કાર્ડ પર તે પોતાના પરીક્ષા કેન્દ્રોની પૂર્ણ વિગતો, રિપોર્ટિંગ ટાઈમ સહિત અન્ય તમામ જાણકારીઓ ચેક કરી શકે છે. NEET admit Card Direct Link તમામ વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ પર આપવામાં આવેલ ગાઈડલાઈન્સ સારી રીતે વાંચી લે. કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે એનટીએએ અનેક દિશાનિર્દેશ નક્કી કર્યા છે. દેશભરમાં મેડિકલ કેલોજેમાં MBBS/BDS કોર્સમાં પ્રવેસ માટે નીટ પરીક્ષા લેવામાં આવતી હોય છે.