નવી દિલ્હીઃ PM મોદીએ જાહેરાત કરી હતી કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે સરકારે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની જ્યોત સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પર કોગ્રેસ સહિતના તમામ વિપક્ષો કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે.







વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ. મને જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે






વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે આવા સમયમાં જ્યારે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, મને એમ કહેતા આનંદ થાય છે કે નેતાજીની ગ્રેનાઇટથી બનેલી ભવ્ય પ્રતિમા ઇન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતની કૃતજ્ઞતાનું પ્રતિક હશે.






કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય સ્મારક વચ્ચે ખાલી પડેલી છત્રીમાં નેતાજીની પ્રતિમા લગાવવામાં આવશે. આ છ દાયકાથી ખાલી પડી છે. અહી પહેલા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી. 1968માં તેને હટાવીને બુરાડીના કોરોનેશન પાર્કમાં મોકલવામાં આવી હતી.