Corona News: અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોના વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં  કોરોનાના વધુ છ કેસ નોંધાયા છે.અડાજણમાં BOBના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્લેપોઈન્ટની મહિલા ફેશન ડિઝાઈનર કોરોના સંક્રમિત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 56 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના વકર્યો

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

કચ્છમાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયાં

કચ્છમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. કચ્છમાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયાં છે. ભુજમાં ૩ કેસ, 82  વર્ષની મહિલા સંક્રમિત થઇ છે તો 63 વર્ષના એક પુરૂષ અને  35 વર્ષના બે પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.હાલ એક્ટિવ તમામ 14  કેસ હોમ આઈસોલેશનમાં છે.

સુરેન્દ્રનગરમાં પણ વધી રહ્યું છે સંક્રમણ

 સુરેન્દ્રનગર કોરોએ પગ પેસારો કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 3 નવા કોરોનાના કેસ નોંઘાયા છે.7 ટેસ્ટિંગ પૈકી વધુ 3 લોકો કોરોનાગ્રસ્ત છે. ધ્રાંગધ્રામાં કોરોનાના કુલ 8 કેસો એક્ટિવ છે. તમામને હોમ આઇસોલેશન રાખી સારવાર શરૂ કરવામાં આવ છે. કોરોનાના વધતા કેસો બાદ આજ થી સુરેન્દ્રનગરની સીવીલ હોસ્પિટલમાં આવેલ લેબમાં પણ ટેસ્ટિંગ કરવા સૂચના અપાઇ છે.

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 

દેશમાં કોવિડ-19 કેસોની સંખ્યા ફરી એકવાર વધી રહી છે. શનિવાર સવાર સુધીના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 5755 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે - જેમાંથી  મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના છે.

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં 127નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 102, પશ્ચિમ બંગાળમાં 26 અને દિલ્હીમાં 73 નવા કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં મળીને દેશભરમાં કુલ 391 નવા કેસ નોંધાયા છે. કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.