અરવિંદ કેજરીવાલે લોન્ચ કરી નવી ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ડિજિટલ પત્રકાર પરિષદના માધ્યમથી જણાવ્યું કે દિલ્હીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી નોટિફાઈ કરી દેવામાં આવી છે. કેજરીવાલનું કહેવું છે કે આવનારા સમયમાં આજથી પાંચ વર્ષ બાદ પૂરી દુનિયામાં ઈલેક્ટ્રિકલ વ્હીકલની ચર્ચા કરવામાં આવશે તો દિલ્હીનું નામ સૌથી ઉપર હશે. તેમનું કહેવું છે કે આ પોલિસી સમગ્ર દેશની સૌથી પ્રોગેસિવ પોલિસી છે તેમણે એક ખૂબ જ સારી પોલિસી તૈયાર કરી છે.
અરવિંદ કેજરીવાલ અનુસાર દિલ્હીમાં તેમણે મોટાભાગે લોકોને મળી આ વિષય પર ચર્ચા કર્યા બાદ આ પોલિસીનો પ્લાન કર્યો છે. તેમનું કહેવું છે કે ગત 2-3 વર્ષ વચ્ચે ખૂબ મહેનત બાદ તમામ લોકો સાથે ચર્ચા કરી દિલ્હીની ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આજ સવારે આ પોલિસીને નોટિફાઈ કરી દેવામાં આવી છે.
ગ્રાહકોને મળશે આર્થિક મદદ
કેજરીવાલની આ નવી ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અંતર્ગત દિલ્હી સરકાર ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને આર્થિક મદદ કરશે. તેમનું કહેવું છે કે ટુ-વ્હીલર વાહન ચાલકોને 30,000, ઇલેક્ટ્રિક કાર માટે 1.5 લાખ, ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા અને ઇ-રિક્ષા માટે 30,000 અને માલવાહક ઇલેક્ટ્રિક વાહનો માટે 30,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.