Nitin Gadkari on Speed Limit Rules: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી એક્સપ્રેસ વે અને હાઇવે (Expressway Highway Speed Limit) નો વિકાસ થયો છે.આવામા દેશમાં ગાડીઓની સ્પીડમાં વધારાના પ્લાન પર સરકાર કામ કરી રહી છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Union Minister for Road Transport and Highway Nitin Gadkari) બતાવ્યુ કે હવે ભારતમાં નવા એક્સપ્રેસ વે અને હાઇવે વધુ ફાસ્ટ સ્પીડ માટે તૈયાર છે. આવામાં સરકાર સ્પીડ લિમીટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. 


લાઇવ મિન્ટમા છપાયેલી ખબરના રિપોર્ટ અનુસાર, નીતિન ગડકરીએ કહ્યું કે, સરકારની એ પ્રાથમિકતા છે કે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખતા દેશના ટ્રાન્સફૉર્મેશનને બેસ્ટ બનાવવામાં આવે, તેને કહ્યું કે, નવા હાઇવેમાં જુની સ્પીડ લિમીટના કારણે ટ્રાફિક પર અસર પડશે. આવામાં સરકાર સ્પીડ લિમીટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે   


કેન્દ્ર સરકાર રાજ્યો સાથે કરી રહી છે વાતચીત  -
નીતિન ગડકરીએ (Nitin Gadkari) આગળ કહ્યું કે, ગતિ સીમાને નક્કી કરવાની જવાબદારી માર્ગ અને પરિવહનની છે, પરંતુ આ મામલો સમવર્તી સૂચી (Concurrent List) માં આવે છે. આવામાં કેન્દ્ર સરકાર જલદી રાજ્ય સરકારો સાથે પણ આ મામલામાં વાતચીત કરશે. આ પછી જ સરકાર ગતિ સીમાના નિયમ કાનૂનમાં કોઇ ફેરફાર કરશે. તેમને કહ્યું કે, દેશમાં કેટલાય નવા હાઇવેનુ નિર્માણ થયુ છે, પરંતુ ગાડીઓની સ્પીડ જુની જ છે. 


આવામાં ટ્રાન્સફૉર્મેશનમાં લાગનારો સમય ઓછો નથી થયો, આ પરેશાનીને દુર કરવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રાલય જલદી જ રાજ્યોના પરિવહન મંત્રીઓની સાથે બેઠક કરશે. આ પછી નવા નિયમો લાગુ કરવામાં આવશે. તેમને એ પણ કહ્યું કે ગાડીઓની સ્પીડને હાઇવેના 8 લેન, 6 લેન, 4 લેન અને 2 લેનના હિસાબથી નક્કી કરવામાં આવશે. આની સાથે જ ગાડીઓના પ્રકાર અને શહેરોના હિસાબથી પણ ગતિ સીમા પર વિચાર કરવામાં આવશે.  


 


Nitin Gadkari: નીતિન ગડકરીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઇ ઓળખાણ


Nitin Gadkari: ગઈકાલે જ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ફોન કરી નેતાઓને હેરાન કરવાની ઘટના સામે હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. નાગપુર સ્થિત ઓફિસમાં લેન્ડલાઈન ફોન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.


આ ઘટના બાદ નીતિન ગડકરીની ઓફિસ તરફથી નાગપુર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર સ્થિત નીતિન ગડકરીની ઓફિસ પર ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેમની ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેન્દ્રીય મંત્રીના કાર્યાલય તરફથી નાગપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ નાગપુર પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. 


શનિવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન કરીને મારી નાખવાની ધમકી આપનારની નાગપુર પોલીસે શોધ કરી છે. આ અંગે નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જેલમાંથી ધમકીઓ મળી રહી હતી. ફોન કરનાર આરોપી એક ગેંગસ્ટર તેમજ હત્યાના આરોપમાં જયેશ કાંથા કર્ણાટકની બેલાગવી જેલમાં બંધ છે.


આ ઉપરાંત કમિશ્નરે કહ્યું કે, જેલની અંદર ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કરીને તેણે ગડકરીની ઓફિસમાં ધમકીભર્યા ફોન કર્યા હતા. જેલ પ્રશાસને આરોપી પાસેથી એક ડાયરી જપ્ત કરી છે, નાગપુર પોલીસની એક ટીમ તપાસ માટે બેલગાવી જવા રવાના થઈ ગઈ છે.









નાગપુરના ડીસીપીએ જણાવ્યું કે, નીતિન ગડકરીને ત્રણ ધમકીભર્યા ફોન આવ્યા પછી ગડકરીની હાલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તેમના કાર્યક્રમના સ્થળે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એક પોલીસ અધિકારીના નિવેદન મુજબ, ગઈકાલે રાત્રે ફોન કરનારની ઓળખ થઈ ગઈ છે અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને કર્ણાટક મોકલવામાં આવી છે.