Railway News:કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના ભાવનગરથી નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ પણ તેમના રાજ્યોમાંથી નવી ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાશે.

 રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રેલ્વે મંત્રાલયે ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટને જોડતી એક નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. "ટ્રેન નંબર 19201/19202 ભાવનગર-અયોધ્યા કેન્ટ-ભાવનગર એક્સપ્રેસનો હેતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લાંબા અંતરની કનેક્ટિવિટી વધારવાનો છે,"

આ ટ્રેન આ શહેરોમાંથી પસાર થશે

આજે ભાવનગરથી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ખાસ ટ્રેન લગભગ 28 કલાક 45 મિનિટમાં કુલ 1,552 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન વડોદરા, આબુ રોડ, અજમેર, જયપુર, કાનપુર અને લખનૌ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા કેન્ટ પહોંચશે.

નિયમિત ટ્રેન સેવાઓ ક્યારે શરૂ થશે તે જાણો

ભાવનગરથી 11 ઓગસ્ટ, 2025 થી અને અયોધ્યા કેન્ટથી 12 ઓગસ્ટ, 2025 થી નિયમિત સેવાઓ શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે. આ ટ્રેનમાં 22 કોચ હશે જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, જનરલ ક્લાસ અને પાર્સલ/સામાન વાનનો સમાવેશ થાય છે. સમગ્ર રૂટનું વિદ્યુતીકરણ હશે એટલે કે  ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવશે. ટ્રેનનું પ્રાથમિક જાળવણી ભાવનગર ખાતે કરવામાં આવશે.

મધ્યપ્રદેસ  અને છત્તીસગઢમાં પણ નવી ટ્રેન શરૂ થઇ રહી છે. જેના કારણે આ બને રાજ્યોના  મુખ્યમંત્રી પણ હાજર રહેશે.  આમધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ પણ આમાં હાજર રહેશે.

અહીંથી નવી ટ્રેનો પણ શરૂ થશે

રેવા અને પુણે વચ્ચે નવી ટ્રેન સેવા

જબલપુર અને રાયપુરને જોડતી નવી ટ્રેનનો પ્રારંભ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ કાર્યક્રમમાં હાજર રહેશે

રાયપુરમાં આયોજિત કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ હાજર રહેશે

ત્રણ નવી ટ્રેનો એકસાથે શરૂ કરવામાં આવશે.

વંદે ભારત ટ્રેનને વલસાડ બાદ હવે નવસારીને પણ મળ્યું સ્ટોપેજ

નવસારીમાં વસતા લોકો માટે ખુશીના સમાચાર છે. સી. આર. પાટિલની રજૂઆત બાદ આખરે નવસારીને પણ વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે. આ પહેલા વલસાડને પણ સ્ટોપેજ માટે મંજૂરી મળી હતી. ઉલ્લેખનયિ છે કે, આ મુદ્દે સી.આર.પાટિલે રેલવે મંત્રાલયને રજૂઆત કરી હતી. સી.આર પાટિલની રજૂઆત બાદ હવે નવસારીને પણ આ સુવિધા મળશે.નવસારીને વંદેભારતનું સ્ટોપેજ મળતા સી.આર.પાટીલે રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે.

ઉલ્લેખનિય છે કે,  નવી દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી હતી.આ માંગણીનો રેલવે મંત્રાલયે સ્વીકાર કરતા નવસારીને વંદે ભારતની સુવિધા મળશે.આ વંદે ભારત ટ્રેનને નવસારીમાં સ્ટોપેજ મળતાં દક્ષિણ ગુજરાતના  વેપારી, ઉદ્યોગપતિ અને વિદ્યાર્થીઓ અન્ય નવસારીના અન્ય પ્રવાસ કરતા લોકોને ઝડપી આરામદાયક મુસાફરીને લાભ મળશે.

સાંસદ સી.આર. પાટીલે રેલવે મંત્રાલયના સકારાત્મક પ્રતિસાદને આવકારતા તેમનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે,  વર્ષો જૂની માંગણીનો આખરે  ઉકેલ આવ્યો છે. આગામી સમયમાં વંદે ભારત ટ્રેન નવસારીમાં થોભશે. આનાથી મુંબઈ અને અમદાવાદ જવા માંગતા મુસાફરોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવેને સ્પીડ અને સ્વચ્છતા તરફ લઈ જઈ રહ્યા છે.