કાશીપુરમાં મોડી રાતે નવવિવાહિત દંપતિની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. નવવિવાહિત દંપતિને અજાણ્યા શખ્સોએ જાહેર રસ્તા પર જ ગોળી મારી ફરાર થઈ ગયા હતાં. ફાયરિંગનો અવાજ સાંભળતાં જ આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મોડી રાતે કાશીપુરમાં એક નવવિવાહિત દંપત્તિની હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. નવવિવાહિત દંપત્તિના અજાણ્યા શખ્સોએ જાહેરમાં તેમની પર ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઈ હતી અને હત્યારાઓ ફરાર થઈ ગયા હતાં. ફારયરિંગનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારના લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતાં. આ સમગ્ર ઘટના બાદ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ ઘટના કાશીપુર કોતવાલી વિસ્તારના મોહલ્લ અલી ખાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, દંપત્તિએ ત્રણ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યાં હતાં. સુત્રો પ્રમાણે હાલ પોલીસે ઓનર કિલિંગની આશંકા વ્યક્ત કરી છે. કાશીપુરના રાશિદ નામના યુવકે ત્રણ મહિના પહેલા જ મોહલ્લાની યુવતી નાઝિયા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં.

નાઝિયાના પરિવારજનો યુવતી આ સંબંધથી ખુશ નહોતાં. કહેવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસ પહેલા નાઝિયાના પિતાએ રાશિદને વાત કરવા માટે બોલાવ્યો હતો. સોમવાર રાતે નાઝિયા રાશિદની સાથે દવા લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યાર આ ઘટના સર્જાઈ હતી.