નવી દિલ્હીઃ અલકાયદાના ડ્રૉન વાળા કાવતરાનો પર્દાફાશ થયો છે, અલકાયદા ભારતમાં હુમલાનુ કાવતરુ રચી રહ્યાં હતા અને આ કાવતરામાં આઇએસઆઇ તેની મદદ કરી રહ્યું હતુ. ડ્રૉન મારફતે આતંકીઓને પાકિસ્તાનથી હથિયાર મળવાના હતા. પરંતુ એનઆઇએએ દરેક કાવતરાને ખુલ્લુ પાડી દીધુ છે.


અલકાયદા મૉડ્યૂલનો 10મો સંદિગ્ધ આતંકી પકડાઇ ગયો છે. ધરપકડ કરાયેલા લોકોની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનું કાવતરુ અને દિલ્હી રેવલે સ્ટેશન પર હુમલો કરવાના પ્લાનનો ખુલાસો થયો છે. આ આખા કાવતરામાં પાકિસ્તાની હેન્ડલર સામેલ હતા.

ભારતમાં રહેલા પાકિસ્તાની અલકાયદા મૉડ્યૂલનુ દરેક રાજ ખુલી ગયુ છે, ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરે એનઆઇએએ અલકાયદાના મોટા મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હીને ધ્રૂજાવતી બચાવી લેવામાં આવી હતી. બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને કેરાલામાંથી કુલ 9 આતંકીને પકડી પાડવામાં આવ્યા હતા.

હવે 10મો સંદિગ્ધ આતંકી પકડાયો છે. જેનુ અલકાયદા સાથે કનેક્શનનો શક છે. નામ છે સમીમ અંસારી. આને પુછપરછ માટે એનઆઇએ દિલ્હી લઇ જઇ રહી છે, પરંતુ તેના પહેલા જે 9 લોકો પકડાયા છે, તેમની સાથે પુછપરછમાં મોટા ખુલાસા થયા છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ