આ ઉપરાંત, માસ્ક ન પહેરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ બમણો કરવામાં આવ્યો છે. આ આદેશોની સમીક્ષા 15 ડિસેમ્બરે કરવામાં આવશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ હોટલ, રેસ્ટોરન્ટ્સ અને લગ્ન પેલેસનો પ્રારંભિક સમય પણ 9.30 વાગ્યા સુધીનો રહેશે. કર્ફ્યુ રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રીએ લોકોને કોઈ પણ સંજોગોમાં આ નિયમોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી હતી. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોવિડ-19ના નિયમોનું પાલન ન કરવા માટે, દંડ હાલના 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વિન્ની મહાજનને સંબંધિત વિભાગો સાથે કામ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, ઓક્સિજન અને આઈસીયુ બેડની ઉપલબ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીએ સુવિધાઓથી સજ્જ ન હોય તેવા જિલ્લાઓને સતત મોનિટરરીંગ કરીને વધારે મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યા છે.