કોર્ટમાં મુકેશે ધડાકો કર્યો હતો કે તેને નિર્ભયાના અન્ય એક દોષિત અક્ષય સાથે શારીરિક સંબંધો બાંધવા મજબુર કરવામાં આવ્યો હતો. જેલમાં તે મોતથી પણ બદતર જીંદગી જીવી રહ્યો છે. આ ઘટના તિહાડ જેલમાં જ બની હોવાનો મુકેશે દાવો કર્યો છે.
અંજના પ્રકાશે કહ્યું હતું કે, જ્યારે મુકેશ સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં જેલ અધિકારી પણ હાજર હતાં, પરંતુ તેમને કોઈ જ મદદ કરી નહીં. મુકેશના વકીલે આરોપ લગાવ્યો હતો કે, મુકેશને તે સમયે હોસ્પિટલ પણ નહોતો લઈ જવાયો. બાદમાં તેને દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મુકેશની વકીલે કહ્યું હતું કે, મુકેશનો તે મેડિકલ રિપોર્ટ ક્યાં છે?
નોંધનીય છે કે, નિર્ભયા કેસના 4 દોષિતોમાંથી એક એવા મુકેશ સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દયા અરજી મોકલી હતી. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ તેની દયા અરજી ફગાવી દીધી હતી. તેના પર મુકેશે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષાની માગ કરી હતી. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય આજે એટલે કે 29 જાન્યુઆરીના રોજ આપશે. ચારેય દોષિતોને 1લી ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે જેલમાં ફાંસી આપવામાં આવશે.