શોધખોળ કરો

Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી

Delhi Gangrape Case:દિલ્હીમાં કામ પરથી પરત ફરી રહેલી એક મહિલાને સ્લીપર બસમાં ખેંચીને બે કલાક સુધી ગેંગરેપ કરવામાં આવ્યો. આરોપીઓએ તેને રસ્તા પર ફેંકી દીધી. પોલીસે બસ કબજે કરી લીધી છે અને તપાસ શરૂ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ.
  • બે કલાક સુધી ક્રૂર હુમલો, નિર્જન વિસ્તારમાં ફેંકી.
  • પોલીસે બસ જપ્ત કરી, ડ્રાઇવર-કંડક્ટરની ધરપકડ.
  • તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ, તપાસ ચાલુ.

દિલ્હીમાં ફરી એકવાર નિર્ભયાકાંડ જેવી જ ઘટના બની છે., બે કલાક સુધી મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ મહિલાને નિર્જન વિસ્તારમાં ફેંકી દીધી હતી. દિલ્લીની  બસમાં  રાની બાગ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. 30 વર્ષીય મહિલા પર ચાલતી સ્લીપર બસમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે મોડી રાત્રે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી. તેણે રસ્તાની બાજુમાં ઉભેલા એક યુવાનને સમય પૂછ્યો, પરંતુ થોડીવારમાં જ તેનું જીવન ભય અને પીડાથી ભરાઈ ગયું.

મહિલાના જણાવ્યા મુજબ, યુવકે તેને બળજબરીથી બસની અંદર ખેંચી લીધી, જેમાં પહેલાથી જ ઘણા લોકો  હતા. ત્યારબાદ લગભગ બે કલાક સુધી ચાલતી બસમાં તેના પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો.બસ નાંગલોઈની આસપાસ ફરતી રહી, અને મહિલા મદદ માટે બૂમો પાડતી રહી.

પીડિતાએ જણાવ્યું કે ઘટના દરમિયાન બસ નાંગલોઈ પહોંચી ત્યાં સુધી વિવિધ વિસ્તારોમાં ફરતી રહી. મહિલા મદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ આરોપીઓએ તેની અવગણના કરી. તેઓએ તેના પર હુમલો પણ કર્યો.

આ પણ વાંચો:સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ

લગભગ બે કલાક પછી, આરોપી મહિલાને રસ્તા પર ઘાયલ હાલતમાં છોડીને ભાગી ગયો. કોઈક રીતે, મહિલાએ પોતાની જાતને શાંત કરી અને પોલીસને ઘટના વિશે જાણ કરી.

તબીબી તપાસમાં દુષ્કર્મની  પુષ્ટિ 

માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી. તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પોલીસે ઘટનામાં વપરાયેલી સ્લીપર બસ કબજે કરી છે.  ડ્રાઇવર કંડકટરની ધરપકડ કરી છે.
પીડિતા પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને માંગોલપુરીમાં એક ફેક્ટરીમાં કામ કરે છે. તેણીએ પોલીસને જણાવ્યું કે તેના પતિ બીમાર છે અને ઘરની સંપૂર્ણ જવાબદારી તેના પર છે. તેણીને ત્રણ નાની દીકરીઓ છે. આ કારણોસર, તેણીએ હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો. તેણીએ કહ્યું કે જો તે કામ પર નહીં જાય તો ઘર ચલાવવું મુશ્કેલ બનશે.

આ પણ વાંચો:સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ

જોકે, મહિલાએ જણાવ્યું હતું કે ઘટના પછી, આરોપીઓએ તેને એક નિર્જન વિસ્તારમાં ફેંકી દીધી અને ભાગી ગયો. તેણીએ કોઈક રીતે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી. ફરિયાદ મળતાં જ રાણીબાગ પોલીસ સ્ટેશને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા અને બસની ઓળખ કરી. ત્યારબાદ બસ જપ્ત કરવામાં આવી હતી અને ડ્રાઇવર અને કંડક્ટર બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, અને કેસની તપાસ ચાલુ છે.

Frequently Asked Questions

દિલ્હીમાં મહિલા પર કઈ ઘટના બની છે?

દિલ્હીમાં રાણી બાગ વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા પર ચાલતી સ્લીપર બસમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ ઘટના કેવી રીતે બની?

મહિલા કામ પરથી ઘરે જઈ રહી હતી ત્યારે એક યુવકે તેને બળજબરીથી બસમાં ખેંચી લીધી, જેમાં અન્ય લોકો પણ હતા. લગભગ બે કલાક સુધી ચાલતી બસમાં તેના પર હુમલો કરવામાં આવ્યો.

પોલીસે આ ઘટનામાં શું કાર્યવાહી કરી છે?

પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે, ઘટનામાં વપરાયેલી બસ કબજે કરી છે અને ડ્રાઈવર તથા કંડક્ટર બંનેની ધરપકડ કરી છે.

શું પીડિતાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી?

તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી, પરંતુ મહિલા ઘરની જવાબદારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
Apple WWDC 2026 : એપલ ઈવેન્ટમાં iPhone-MacBook યુઝર્સને કંપનીએ આપી મોટી ભેટ
Apple WWDC 2026 : એપલ ઈવેન્ટમાં iPhone-MacBook યુઝર્સને કંપનીએ આપી મોટી ભેટ
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
Embed widget