નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોની ફાંસીની તારીખ હવે નજીક આવી ગઈ છે. કોઈ મુશ્કેલી ન આવે તો નિર્ભયાના ચારેય દોષિતોને 1લી ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે, તિહાર જેલ પ્રશાસને ફાંસીની તમામ તૈયારી પણ પરી કરી લીધી છે. મંગળવારે ચારેય દોષિતોને તેના પરિવારજનો સાથે અંતિમ વખત મુલાકાત કરાવવામાં આવી. જોકે, હજુ પણ ચારેય દોષિત ફાંસીથી બચાવ માટે પ્રયત્ન કરી રહ્યા છે.


નિર્ભયાના દોષિત મુકેશ સિંહની દયા અરજી પહેલા જ ફગાવી દેવામાં આવી છે. દયા અરજી ફગાવી દીધા બાદ તેની વિરૂદ્ધ મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળવાશે. તો બીજી બાજુ અન્ય દોષિત અક્ષયે મંગળવારે ક્યૂરેટિવ પિટિશન કરી છે. એક અન્ય દોષિત વિનય આજે દયા અરજી કરશે.

સુપ્રીમ કોર્ટે તિહાર પ્રશાસસને પૂછ્યું છે કે ફાંસીની કઈ તારીખ સેશન કોર્ટે નક્કી કરી છે, શું કોઈ ડેથ વોરન્ટ  જારી થયું છે? આજે બુધારે તિહાર પ્રશાસન આ મામલે જવાબ આપશે.

ડીજી તિહારે કન્ફર્મ કર્યું છે કે, દોષિત અક્ષયે ક્યૂરેટિવ પિટિશન કરી છે. સુપ્રીમ કોર્ટે તિહાર પ્રશાસન પાસે જવાબ પણ માગ્યો છે જે ગઈકાલે તિહાર જેલને મળ્યો છે. તિહાર આજે જવાબ આપશે કે 1 ફેબ્રુઆરીના રોજ ડેથ વોરન્ટ જારી કરશે. તેમના અનુસાર આ ક્યૂરેટિવ પિટિશન પર ઝડપથી સુનાવણી થશે કારણ કે 1લી ફેબ્રુઆરી નજીક છે.

તિહાર જેલ પ્રશાસન આ મામલે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે કે શું એક આરોપીના તમામ કાયદાકીય રસ્તા પૂરા થયા બાદ માત્ર તેને જ પ્રથમ ફાંસી આપવામાં આવી શકે કે નહીં.