નવી દિલ્હીઃ કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી કામમાં મોડુ થવાને અને બેદરકારીને લઇને એકવાર ફરીથી ગુસ્સે ભરાયા છે. નીતિન ગડકરી કાલે દિલ્હીમાં એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરૉટી ઓફ ઇન્ડિયામાં ધીમા કામને લઇને અધિકારીઓ પર ભડકી ગયા હતા.


દ્વારકામાં એનએચએઆઇની નવી બિલ્ડિંગનુ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કરવાના પ્રસંગે ગડકરીએ કહ્યું કે જે અધિકારીઓએ પોતાનુ કામ કરવામાં મોડુ કર્યુ છે, તેમની તસવીરો પણ 12 વર્ષ માટે બિલ્ડિંગમાં લટકાવી દેવામાં આવે.

મોડુ થવાના કારણે નવ વર્ષ બાદ પુરો થયો આ પ્રૉજેક્ટ- ગડકરી
પોતાના ભાષણમાં નીતિન ગડકરીએ કહ્યુ- એનએચએઆઇમાં સુધારાની બહુ જરૂર છે, હવે તે એવા નૉન પરફોર્મિંગ એસેટ્સ (કામ ના કરનારા અધિકારી)ને બહારનો રસ્તો બતાવવાની જરૂર છે, જે વસ્તુઓ ઉંધી કરે છે, અને અડચણો ઉભી કરે છે. તેમને કહ્યું- 50 કરોડનો આ પ્રૉજેક્ટ 2008માં નક્કી કરવામાં આવ્યો હતો, આનુ ટેન્ડર 2011માં નીકળ્યુ હતુ અને હવે તે નવ વર્ષ બાદ પુરો થયો છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- એનએચઆઇના કામ વિનાના, નિકમ્મા અને ભ્રષ્ટ લોકો એટલા પાવરફૂલ છે કે મંત્રાલયના કહ્યા બાદ પણ તે પોતાનો નિર્ણય ખોટો લે છે. આવા અક્ષમ અધિકારીઓને બહારનો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે. ગડકરીએ કહ્યું ઇમાનદાર અધિકારીઓને સપોર્ટ કરવાની જરૂર છે, નહીં તો તે કામ નહીં કરી શકે.