પટનાઃ જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારને ઔપચારિક રીતે એનડીએના ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. આ ફેંસલો એનડીએ ધારાસભ્ય દળની મીટિંગમાં ધારાસભ્યોની સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આજે સાંજે નીતિશ કુમાર રાજ્યપાલની પાસે બિહારમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પછી કાલે સવારે 11.30 શપથ ગ્રહણ સમારોહ થશે.


સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, સુશીલ કુમાર મોદી આ વખતે બિહારના ઉપ મુખ્યમંત્રી નહીં રહે. જોકે બિહારના ઉપ મુખ્યમંત્રી કૌન હશે તેના પર હજુ ફેંસલો નથી થયો.

નવા મંત્રીમંડલમાં દેખાશે કેટલાય યુવા ચહેરાઓ
બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર એકવાર ફરીથી નીતિશ કુમાર બેસશે, પરંતુ આ વખતે મંત્રીમંડળમાં કેટલાય નવા ચહેરા સામેલ થશે. ગઇ વખતની સરખમાણીમાં બીજેપી આ વખતે વધારે સીટો જીતી છે. વળી, જેડીયુની સીટોમાં ઘટાડો થયો છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે મંત્રીમંડળમાં આ વખતે બીજેપીનો દબદબો રહશે. નિયમ પ્રમાણે વિધાનસભા બેઠકોની સંખ્યા અનુસાર વધુમાં વધુ 36 મંત્રી બનાવવામાં આવી શકે છે.

આ વખતે ચૂંટણીમાં બીજેપીએ 74 બેઠકો જીતી છે, જ્યારે જેડીયુની સીટો ઘટીને 43 રહી ગઇ છે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળમાં બીજેપીનો જ દબદબો રહશે. સુત્રો બતાવે છે કે જેડીયુ કોટામાંથી 12 મંત્રી બનાવવામાં આવી શકે છે, જોકે બીજેપી કોટામાંથી 18 થી 20 મંત્રી બની શકે છે.