નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Nitish Kumar Rajya Sabha News: JDU કાર્યકર્તા નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયને કાવતરું ગણાવી રહ્યા હતા. હવે, પરિવાર પણ એ જ કહી રહ્યો છે. મુખ્યમંત્રીના સાળા અનિલ કુમારે પ્રતિક્રિયા આપી છે.

Nitish Kumar Rajya Sabha News: રાજ્યસભા જવાનો નિર્ણય લઈને નીતીશ કુમારે (Nitish Kumar) સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમના બિહાર છોડવાથી માત્ર કાર્યકરો જ નહીં પરંતુ પરિવારના સભ્યો પણ આઘાતમાં છે. પરિવાર પણ ઈચ્છતો નથી કે મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભામાં જાય. સીએમએ ભલે એક્સ (X) પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ હવે રાજ્યસભા જવા માંગે છે, પરંતુ પરિવાર આ નિર્ણયને ષડયંત્ર ગણાવી રહ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના સાળા અનિલ કુમારે કેન્દ્રીય મંત્રી લલન સિંહ (Lalan Singh) અને સાંસદ સંજય ઝા (Sanjay Jha) પર ગંભીર આરોપો લગાવ્યા છે.
'ષડયંત્ર વિના તો આ થઈ શકે નહીં'
મીડિયા સાથેની વાતચીતમાં અનિલ કુમારે કહ્યું, "કાર્યકરોનું તો સ્પષ્ટ કહેવું છે કે લલન સિંહ અને સંજય ઝા આ બધું કરી રહ્યા છે. ટિકિટ વહેંચણીના સમયથી જ આ બધું થયું છે. ચિરાગ પાસવાનને આટલી બેઠકો આપવાની શું જરૂર હતી. રમત તો ત્યાં જ થઈ છે. ષડયંત્ર વિના તો આ થઈ શકે નહીં."
#WATCH | Patna: On Bihar Chief Minister Nitish Kumar filing his nomination for the Rajya Sabha elections 2026, his brother-in-law, Anil Kumar, says, "The workers are clearly saying that Sanjay Jha and Lalan (Rajiv Ranjan) Singh are involved in this... This cannot happen without a… pic.twitter.com/eBMNT5NGlU
— ANI (@ANI) March 6, 2026
'…ત્યાં સુધી પાર્ટી નહીં બચે'
અનિલ કુમારે સવાલ ઉઠાવ્યો કે નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યાના 110 દિવસ બાદ જ રાજ્યસભાના ઉમેદવાર બની ગયા. તેમણે કહ્યું કે અહીં આખી પાર્ટીમાં રાવણો બેઠા છે. જ્યાં સુધી નિશાંત (નીતીશ કુમારનો પુત્ર) નહીં આવે ત્યાં સુધી પાર્ટી બચશે નહીં.
જેડીયુના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે
બીજી તરફ પટનામાં જેડીયુના નારાજ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કાળી શાહી લગાડી. નીતીશ કુમારના નિર્ણયનો વિરોધ કર્યો. તમને જણાવી દઈએ કે ગત ગુરુવારે (05 માર્ચ, 2026) બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભા જવા માટે નામાંકન ભર્યું હતું. ત્યારથી જ જેડીયુના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરો આને ષડયંત્ર ગણાવી રહ્યા છે. તેઓ નીતીશ કુમારને આ નિર્ણય પાછો ખેંચવા માટે કહી રહ્યા છે.
બીજી તરફ વિપક્ષ પણ સવાલ ઉઠાવી રહ્યો છે. આરજેડીના પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું, "સત્ય સામે આવી ગયું છે! નીતીશ કુમારજીએ સ્વેચ્છાએ નહીં, પરંતુ ભાજપના ટોચના નેતૃત્વના ભારે દબાણમાં રાજીનામું આપીને રાજ્યસભાનું નામાંકન કર્યું છે. ચૂંટણીમાં ભાજપ અને જેડીયુનો વાયદો હતો '25 થી 30, ફરીથી નીતીશ', પરંતુ પહેલા જ બજેટ સત્રમાં, માત્ર 3 મહિનાની અંદર ભાજપે તેમને 'ફિનિશ' કરી દીધા છે."






















