No Confidence Motion:  2024ની લોકસભા ચૂંટણી પહેલા સરકાર અને વિપક્ષ બંનેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને જૂથો દ્વારા વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બંને પક્ષો સંસદને એક મોટું પ્લેટફોર્મ માની રહ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં શરૂ થયેલી ચર્ચા આજે પણ ચાલુ છે. આજે રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત અને નેતાઓએ સંસદમાં નિવેદનો આપ્યા હતા. હાલમાં ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે.


 






અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. રાજ્યમાં પરિવર્તન આવ્યા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો અંત આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારે કોરોના રોગચાળા દરમિયાન રસીના બંને ડોઝ વિના મૂલ્યે આપીને 130 કરોડ લોકોને કોરોના વાયરસથી બચાવ્યા.


 






અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે,પહેલા આલિયા માલિયા જમાલિયા સરહદ પારથી ઘૂસતા હતા અને આપણા જવાનોના માથા વાઢી લેતા હતા. પીએમ મોદીની સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરી. અમિત શાહે કોંગ્રેસના સાંસદને તેમના સંબોધન દરમિયાન વિક્ષેપિત થવા પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણીની મતગણતરીમાં ખબર પડશે, દાદા મને ફોન કરજો.


અમિત શાહે ખેડૂતો વિશે શું કહ્યું?
ખેડૂતો અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણા દેશના ખેડૂતોએ નક્કી કરવાનું છે. એક તરફ યુપીએ સરકાર હતી જેણે 70,000 કરોડ રૂપિયાની લોન 'લોલીપોપ' આપી હતી અને બીજી બાજુ તે સરકાર છે. જેણે 2 લાખ 40 હજાર કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ 'રેવડી' નથી. વિપક્ષને પીએમ મોદીમાં ભલે વિશ્વાસ ન હોય પરંતુ ભારતના લોકોને વિશ્વાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અને ભારતની જનતાના સંયુક્ત પ્રયાસોને કારણે અમે કોવિડ સામેની લડાઈમાં સફળ થયા.