શોધખોળ કરો

Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક

Rahul Gandhi: ઉત્તર પ્રદેશની લખનૌ હાઈકોર્ટ બેન્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાના કેસમાં એફઆઈઆર (FIR) નોંધવાના આદેશ પર સ્ટે મૂક્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લખનૌ હાઈકોર્ટે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા FIR પર સ્ટે મૂક્યો.
  • નોટિસ આપ્યા વિના FIRનો આદેશ આપ્યો હતો, પછી રિવ્યુ કર્યો.
  • મામલાની ગંભીરતા જોઈ, આગામી સુનાવણી 20 એપ્રિલે.

Rahul Gandhi: ઉત્તર પ્રદેશની લખનૌ હાઈકોર્ટ બેન્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાના કેસમાં એફઆઈઆર (FIR) નોંધવાના આદેશ પર સ્ટે મૂક્યો છે. હાઈકોર્ટે એક દિવસ પહેલા જ સાંસદ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે કોર્ટે પોતાના જ આદેશ પર રોક લગાવી દીધી છે. બેવડી નાગરિકતા સાથે જોડાયેલા આ મામલામાં કોર્ટે શનિવારે વેબસાઇટ પર જાહેર કરેલા આદેશમાં આ માહિતી આપી છે.

હાઈકોર્ટ દ્વારા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના બેવડી નાગરિકતાના કેસમાં શુક્રવાર, 17 એપ્રિલ ના રોજ સુનાવણી થઈ હતી. જેમાં અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધીને નોટિસ પાઠવવાની જરૂર છે? વકીલોએ નોટિસ પાઠવવાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એફઆઈઆર નોંધવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

જસ્ટિસે આદેશની સમીક્ષા કરી

જોકે, આદેશ ટાઈપ થાય તે પહેલા જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ ફરીથી ચુકાદાની સમીક્ષા કરી હતી. તેમણે જોયું કે અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2014ના એક ચુકાદામાં કહ્યું હતું કે એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીઓ ફગાવી દેવામાં આવે ત્યારે રિવિઝન પિટિશન જ ટકી શકે છે. આવા કિસ્સાઓમાં પ્રસ્તાવિત આરોપીને નોટિસ મોકલવી જરૂરી છે.

20 એપ્રિલે સુનાવણી

મામલાની ગંભીરતાને જોતા હાઈકોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીને નોટિસ પાઠવ્યા વિના નિર્ણય લેવો ઉચિત નથી. કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 20 એપ્રિલ ની તારીખ નક્કી કરી છે. હાઈકોર્ટમાં આ અરજી કર્ણાટકના રહેવાસી એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, સત્તાવાર ગોપનીયતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ, કોર્ટનો આ નિર્ણય આવ્યા બાદ અરજદાર વિગ્નેશ શિશિરે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્ણય પાછો ખેંચવાની ફરિયાદ અમે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને કરીશું.

પહેલા આવ્યો હતો આ આદેશ

હાઈકોર્ટની લખનૌ બેન્ચે શુક્રવારે રાહુલ ગાંધી વિરુદ્ધ 17 એપ્રિલે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ સુનાવણી બાદ કહ્યું હતું કે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને કેસ સીબીઆઈ (CBI) ને ટ્રાન્સફર કરવામાં આવે. જોકે, આ પહેલા 28 જાન્યુઆરી 2026 ના રોજ એમપી-એમએલએ કોર્ટે વિગ્નેશ શિશિરની અરજી ફગાવી દીધી હતી. નીચલી અદાલતના આ આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું તમે જાણો છો ભારત કયા દેશોને લોન આપે છે? આ રહ્યો સૌથી વધુ દેવું ધરાવતા દેશોનો રિપોર્ટ
શું તમે જાણો છો ભારત કયા દેશોને લોન આપે છે? આ રહ્યો સૌથી વધુ દેવું ધરાવતા દેશોનો રિપોર્ટ
કર્ણાટકમાં શાળાઓમાં હવે હિજાબ અને રુદ્રાક્ષ પહેરવાની છૂટ, સરકારે બદલ્યો જૂનો નિયમ
કર્ણાટકમાં શાળાઓમાં હવે હિજાબ અને રુદ્રાક્ષ પહેરવાની છૂટ, સરકારે બદલ્યો જૂનો નિયમ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
Embed widget