મધ્ય પૂર્વની વર્તમાન કટોકટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે દેશની સરકારી ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આર્થિક બોજ ઘટાડવા અને દેશનું અર્થતંત્ર બચાવવા માટે આ અપીલ કરવામાં આવી છે.
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ; સરકારે સ્પષ્ટ કર્યું કે દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે, પરંતુ ક્રૂડ ઓઈલ મોંઘુ થતાં આર્થિક બોજ વધ્યો છે.

- પીએમ મોદીએ પેટ્રોલ, ડીઝલ બચાવવા, સોનાની ખરીદી ઘટાડવાની અપીલ કરી.
- સરકારી ઓઈલ કંપનીઓને ક્રૂડ ઓઈલ ભાવ વધારાથી ભારે નુકસાન.
- ભારત પાસે ૬૦ દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલનો સ્ટોક.
- ભાવ સ્થિર રાખી કંપનીઓને રોજના ₹૧૦૦૦ કરોડનું નુકસાન.
PM Modi fuel appeal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વની વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનાની ખરીદી ઘટાડવા અને શક્ય હોય તો ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ) કરવાની અપીલ કરી હતી. પીએમની આ અપીલના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસ (LPG) ની કોઈ જ અછત નથી, લોકોએ ડરવાની કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા હોવાથી દેશની સરકારી ઓઈલ કંપનીઓને દરરોજ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પીએમ મોદીની અપીલ પાછળનું આ જ મુખ્ય કારણ છે.
રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજર રાખવા માટે બનેલા અનૌપચારિક મંત્રી જૂથ (IGoM) ની પાંચમી બેઠક સોમવારે (11 મે) ના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પેટ્રોલિયમ, રેલવે, નાગરિક ઉડ્ડયન, ખાતર અને બંદર મંત્રાલયના મંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ખાતરી આપવામાં આવી છે કે ભારત પાસે 60 દિવસ ચાલે તેટલું ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ, તેમજ 45 દિવસ ચાલે તેટલો LPG નો રિઝર્વ સ્ટોક પહેલેથી જ પડેલો છે.
$703 બિલિયનનું મજબૂત વિદેશી હૂંડિયામણ
બેઠક દરમિયાન એ પણ જણાવવામાં આવ્યું કે અત્યારે ભારતનું વિદેશી હૂંડિયામણ (Forex Reserve) $703 બિલિયનના સ્તરે છે. દુનિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે પણ ભારતનું આ રિઝર્વ એક અત્યંત મજબૂત સ્થિતિ દર્શાવે છે. જોકે, અધિકારીઓએ મંત્રીઓને સાવચેત કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા છે, જેનાથી દેશની તિજોરી પર ધીમે ધીમે આર્થિક બોજ વધી રહ્યો છે.
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
ભાવ સ્થિર રાખવા કંપનીઓને રોજના ₹1000 કરોડનું નુકસાન
સરકારની માહિતી મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધ્યા હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય જનતા માટે વધારવામાં આવ્યા નથી. આ ભાવ સ્થિર રાખવા પાછળ આપણી જાહેર ક્ષેત્રની (સરકારી) ઓઈલ કંપનીઓ દરરોજ લગભગ ₹1000 કરોડનું નુકસાન વેઠી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા જ ક્વાર્ટરમાં કંપનીઓની આ અંડર-રિકવરી (નુકસાન) આશરે ₹2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. દુનિયાના અનેક દેશોમાં ઈંધણના ભાવ 30% થી 70% સુધી વધી ગયા છે, પરંતુ ભારતમાં લોકો પર આ મોંઘવારીનો માર ન પડે તે માટે સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે.
આ આખી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સરકારે પીએમ મોદીની અપીલને ખૂબ જરૂરી અને સમયની માંગ ગણાવી છે. પીએમ મોદીએ ગુજરાતના કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે, આપણો દેશ દર વર્ષે આયાત પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચે છે. આ વૈશ્વિક કટોકટીના સમયમાં, દેશના દરેક નાગરિકનો નાનો પ્રયાસ પણ દેશનું મોટું અર્થતંત્ર બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
Frequently Asked Questions
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ શા માટે કરી?
શું ભારતમાં પેટ્રોલ, ડીઝલ કે LPG ની અછત છે?
ના, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસ (LPG) ની કોઈ અછત નથી. ભારત પાસે 60 દિવસ ચાલે તેટલું ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ, તેમજ 45 દિવસ ચાલે તેટલો LPG નો રિઝર્વ સ્ટોક છે.
સરકારી ઓઈલ કંપનીઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધ્યા હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સરકારી ઓઈલ કંપનીઓને દરરોજ લગભગ ₹1000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં આ નુકસાન ₹2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
ભારતનું વિદેશી હૂંડિયામણ (Forex Reserve) કેટલું છે?
બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે ભારતનું વિદેશી હૂંડિયામણ (Forex Reserve) $703 બિલિયનના મજબૂત સ્તરે છે. આ વૈશ્વિક આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે પણ એક અત્યંત મજબૂત સ્થિતિ દર્શાવે છે.





















