નવી દિલ્હીઃ નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે મુલાકાત થઈ હતી.  પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ બેનર્જી જ્યારે મીડિયાના સવાલના જવાબ આપી રહ્યા હતા ત્યારે કહ્યું કે, પીએમે વાતચીતની શરૂઆત એક જોક સાથે કરી હતી.


અભિજીત બેનર્જી કહ્યું, પીએમ મોદીએ જોક સંભળાવીને વાતચીતની શરૂઆત કરી હતી. મીડિયા તમને મોદી વિરોધી નિવેદન આપવાની જાળમાં ફસાવશે તે અંગેનો હતો. પીએમે બતાવ્યું હતું કે જમીન ઉપર શાસનમાં કેવી રીતે એલિટનો કંટ્રોલ હતો. મોદીએ એ પણ બતાવ્યું હતું કે કેવી રીતે નોકરશાહીમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત માટે એ ઘણું મહત્વનું છે કે અધિકારી લોકો પ્રત્યે વધારે ઉત્તરદાયી બને.


અભિજીતે કહ્યું,  મને લાગે છે કે ભારત માટે નોકરશાહીનું હોવું જરુરી છે જે જમીન ઉપર રહે છે અને પોતાની પ્રેરણા આપે છે કે સામાન્ય જીવન કેવું છે અને તેના વગર આપણને એક બિન જવાબદાર સરકાર મળે છે. ધન્યવાદ, પીએમ આ મારા માટે ઘણો અનોખો અનુભવ હતો.

પીએમ મોદીએ ટ્વિટ દ્વારા મુલાકાતની જાણકારી આપતા કહ્યું હતું કે નૉબેલ પુરુસ્કાર વિજેતા અભિજીત બેનરજી સાથે શાનદાર બેઠક થઈ હતી. લોકોના સશક્તિકરણ પ્રત્યે તેમની નજર સ્પષ્ટ જોવા મળે છે. અમે અલગ-અલગ વિષયો ઉપર લાંબી વાતચીત કરી હતી. ભારતને તેમની સિદ્ધિઓ બદલ ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયત્નો માટે તેમને શુભકામના આપું છું.

ગુજરાતના GAS કેડરના 12 અધિકારીઓને IASનું પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ઓનલાઈન સર્ચમાં ધોનીના નામ પર લાગી શકે છે ચુનો, જાણો વિગત

સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે મોદી સરકાર, કારણ જાણીને ચોંકી જશો