Noida Liquor Buy one Get One Offer: ભારતમાં જો ક્યાંય પણ એક વસ્તુઓ સાથે એક ફ્રીની ઓફર મળે તો ભીડ થવી સામાન્ય વાત છે, પરંતુ જો દારૂ મફતમાં વહેંચવામાં આવતો હોય તો ભીડ નહીં જનસેલાબ જોવા મળે  છે, કારણ કે દારૂ પ્રેમીઓ આવી શાનદાર તક હાથમાંથી જવા દેવા માંગતા નથી. બેવડા સંઘને નોઈડામાં એક બોટલ ફ્રીમાં ખરીદવાની ઓફર વિશે સાંભળતા જ તેઓ દારૂની દુકાનો પર તૂટી પડ્યા હતા. દારુપ્રેમીઓ સ્ટોક સાફ કરવામાં દુકાનદારોને મદદ કરી રહ્યા છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા છે.  

Continues below advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો નોઈડાના સેક્ટર 18ના ઠેકાનો છે. અહીં દારૂની દુકાન પર લાંબી લાઈનો જોવા મળે છે. ઘણા લોકો સસ્તો દારૂ ખરીદવા માટે એકબીજા પર પડી રહ્યા છે. ભીડમાં પણ ઘણા લોકો સ્ટોક ખરીદવા માટે દારૂની પેટીઓ લઈને જતા જોવા મળ્યા હતા. ખભા પર દારુની પેટીને લઈ જતા લોકો પણ જોવા મળે છે. 

સ્ટોક 31મી માર્ચ સુધીમાં પૂરો થઈ જશે

વાસ્તવમાં, આબકારી વિભાગનું નાણાકીય વર્ષ 31મી માર્ચથી સમાપ્ત થઈ રહ્યું છે. દારૂના કોન્ટ્રાક્ટરોએ બપોરે 12 વાગ્યા સુધીમાં તેમનો જૂનો સ્ટોક પૂરો કરવાનો રહેશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે બાકીનો દારૂ સરકારી ખાતામાં જમા થશે. આ નિયમથી ડરીને દારૂના કોન્ટ્રાક્ટરોએ દારૂ પ્રેમીઓને ખુશ કરી દીધા છે અને અનેક દુકાનો પર  એક બોટલ પર એક ફ્રીની ઓફરો આપવામાં આવી રહી છે. ઓફરનો લાભ લઈને  લોકો ઘરે  બોક્સના બોક્સ લઈ જઈ રહ્યા છે.

લોકોને કેજરીવાલ  યાદ આવ્યા

નોઈડામાં એક બોટલ સાથે બીજી બોટલ ફ્રી ઓફરનો વીડિયો વાયરલ થતા જ લોકોએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યાદ કર્યા હતા. વાસ્તવમાં, થોડા વર્ષો પહેલા દિલ્હીમાં પણ આવી ઓફર આપવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હીમાં દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળતી હતી. બાદમાં કેજરીવાલ આ મામલે દારૂ કૌભાંડના આરોપોમાં ફસાઈ ગયા હતા.

યુઝર્સે વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર સસ્તો દારૂ મળવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો શેર કરીને અને દારૂના ઠેકાણાઓનું સરનામું પણ જણાવીને દારુપ્રેમીઓની મદદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ દારૂના વેંડરનું નામ પૂછતા જોવા મળ્યા હતા. આ ઓફર પર કેજરીવાલને યાદ કરતા કેટલાક યુઝર્સે લખ્યું કે, દિલ્હીમાં કેજરીવાલ પર આ સ્કીમ પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા, હવે મામલો નોઈડાનો છે, તો હવે મફતમાં મળેલા દારૂ માટે કોના પર આરોપ લગાવવો  જોઈએ? અન્ય એક યુઝરે લખ્યું કે આવી ઓફર દારૂની દુકાનો પર એવી રીતે ચાલી રહી છે કે જાણે ફેસ્ટિલ સેલ  હોય! એક બોટલ લો, બીજી મફત મેળવો.