ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ (zakir husain memorial trust)ના 71 લાખ રૂપિયાના ગોટાળામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ (salman khurshid)ના પત્ની વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ નીકળ્યો છે. લુઈસ ખુરશીદ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. આ વોરંટ ફતેહગઢ સીજેએમ કોર્ટે કાઢ્યું છે. તેમના પર ટ્રસ્ટમાં 71 લાખ રૂપિયાના ગોટાળાનો આરોપ છે.
સલમાન ખુરશીદના પત્નીની સાથે જ ટ્રસ્ટના સચિવ અતહર ફારુકી વિરૂદ્ધ પણ બિન જામીનપાત્ર વોરંટ નીકળ્યું છે. આ મામલે આગામી સુનાવણી 16 ઓગસ્ટના રોજ થશે.
લુઈસ શુરશીદ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ
આ મામલાની તપાસ વર્ષ 2017માં શરૂ થઈ હતી. લુઈશ શુરશીદ અને ફારુકી વિરૂદ્ધ કાયમગંજ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ હતી. જે પ્રોજેક્ટમાં કથિત રીતે ગોટાળાનો આરોપ છે, લુઈસ તેમાં ડાયરેક્ટર હતા. આ મામલે 30 ડિસેમ્બર 2019ના રોજ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટમાં ગોટાળાનો આરોપ
જણાવીએ કે, ડો. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને માર્ચ 2010માં 71 લાખ 50 હજાર રૂપિયાનું દાન મળ્યું હતું. આ રકમ દિવ્યાંગ લોકોને વ્હીલચેર, ટ્રાઈ સાઇકલ, સાંભળવાના મશીન વહેંચવા માટે મળી હતી. પરંતુ ટ્રસ્ટના પદાધિકારીઓ પર આ રકમમાં ગોટાળાનો આરોપ છે. નકલી સહી દ્વારા કેન્દ્ર પાસેથી ફંડ મેળવવાનો આરોપ લાગ્યો હતો.
ટ્રસ્ટે દાવો કર્યો હતો કે તેણે એટા, ઇટાવા, ફર્રુખાબાદ, કાસગંજ, મૈનપુરી, અલીગઢ, શાહજહાંપુર, મેરઠ તથા બરેલી સહિત રાજ્યના એક ડઝનથી વધારે જિલ્લામાં શીબીર લગાવીને દિવ્યાંગ બાળકોને આ ઉપકરણ વહેંચ્યા હતા. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે, શીબીર ક્યારે લગાવાવમાં જ આવી ન હતી.