નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ટાકરેના નેતૃત્વમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકારના સૂત્રધાર રહેલ શરદ પવારે પોતાના હાલના એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીને મળેલ પ્રસ્તાવ, અજિત પવારની બગાવત સહિત તમામ સવાલોના જવાબ આપ્યા. એનસીપી ચીફે તેનું કારણ પણ જણાવ્યું કે, તેમણે ભાજપના બદલે શિવસેની પસંદગી કેમ કરી. પવારે કહ્યું કે, ભાજપની તુલનામાં શિવસેના સાથે સરકાર બનાવવી સરળ હતી. તેમણે કહ્યું કે, પાર્ટી પર ભત્રીજા અજિત પવારની પકડ મજબૂત છે, પરંતુ શું તે ડેપ્યુટી સીએમ બનશે, તેનો જવાબ આપવાની ના પાડી દીધી.



શરદ પવારે કહ્યું હતું કે, ભત્રીજા અજીત પવારે પાર્ટી સાથે વિદ્રોહ કર્યો હતો કારણ કે મહારાષ્ટ્ર કોંગ્રેસ સાથે જે પ્રકારની વાતચીત ચાલી રહી હતી તેનાથી તો ખુબ જ નારાજ હતા. ધર્મનિરપેક્ષ કોંગ્રેસ-એનસીપી અને દાયકાઓ સુધી હિંદુત્વની વિચારધારાની સમર્થક શિવસેના વચ્ચે ગઠબંધનમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા શરદ પવારે કહ્યું હર્તું કે, વિચારધારાથી અલગ થવા છતાયે ગઠબંધન વચ્ચે સંપૂર્ણ ભાગીદારી છે. તેમને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર પાંચ વર્ષ પુરા કરશે.

ભાજપ સાથે અજીત પવારે હાથ મિલાવવાને લઈને શરદ પવારે કહ્યું હતું કે, તે અમારી વચ્ચે ચર્ચાઓ દરમિયાન જ પાછા ફર્યા હતાં. અજીત પવાર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીતથી ખુશ નહોતા. તેઓ એકદમ નારાજ હતા. જેને લઈને તેમણે ભાજપ સાથે જવાનો નિર્ણય લીધો.