નવી દિલ્લીઃ નોટબંધી બાદ આમ જનતા કેશ ક્રાઇસિસ સાથે જોડાયેલો છો. આ મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. સરકાર નોટબંધીને વિકાસ માટે જરૂર ગણાવી રહી છે. તો વિરોધ પક્ષો તેને સડકથી સંસદ સુધી વિરોધ કરી રહ્યા છે. વિરોધ પક્ષો આને જનતા વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી રહ્યા છે. આ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે સામ સામે નિવેદનો થઇ રહ્યા છે. કેંદ્ર સરકાર જનતાને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે, નોટબંધીથી દેશને ઘણો ફાયદો થશે. લોકોને સહન કરવી પડતી તકલીફો થોડા દિવસોમાં દૂર થઇ જશે. આ મામલે નાણાંમંત્રી  અરૂણ જેટલીએ પ્રેસ કૉંફ્રેન્સ કરીને સરકારની નોટબંધીના નિર્ણયને એક વાર ફરી સાચો ઠેરવ્યો છે. જેટલીએ જણાવ્યુ હતું કે આનાથી ગરીબી દૂર થશે. જેટલીએ વિરોધીઓને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, નોટબંધીનો નિર્ણય પરત લેવામાં નહી આવે.