દેશમાં દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોરોના વાયરસથી પ્રભાવિત ટોપ-10 દેશોમાં હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. આજે સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખ 38 હજાર 845 પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમિત દર્દીઓના 6977 નવા કેસ નોંધાયા છે જે સતત ચોથા દિવસના સૌથી વધારે કેસ છે. જાણો ભારતની સ્થિતિ શું છે?
સ્વાસ્થ્ય મંત્રાલયે તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 154 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અત્યાર સુધી 4021 લોકો આ મહામારીના કારણે દમ તોડ ચૂક્યા છે. પરંતુ 57 હજાર 721 લોકો સાજા પણ થયા છે. ટોપ-10 દેશોની યાદીમાં અમેરિકા ટોપ પર ટોર-10 દેશોની આ યાદીમાં અમેરિકા ટોપ પર છે. ત્યાર બાદ બ્રાઝિલ, રૂસ, સ્પેન, બ્રિટેન, ઈટલી, ફ્રાંસ, જર્મની અને તુર્કી છે. જાણો કયા દેશમાં કેટલા કેસ નોંધાયા છે. ટોપ-10 પ્રભાવિત દેશ- કઈ જગ્યાએ કેવી છે હાલત?
અમેરિકા 1,686,436 99,300
બ્રાઝિલ 365,213 22,746
રૂસ 344,481 3,541
સ્પેન 282,852 28,752
યુકે 259,559 36,793
ઈટલી 229,858 32,785
ફ્રાન્સ 182,584 28,367
જર્મની 180,328 8,371
તૂર્કી 156,827 4,340
ભારત 138,845 4,021
74 ટકા કોરોનાના કેસ ફક્ત 12 દેશોમાં જ નોંધાયા તમને જણાવી દઈએ કે, વિશ્વના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 96,505 નવા કોરોના કેસ નોંધાયા છે અને 2826 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આના એક દિવસ પહેલા 4183 લોકોનાં મોત નિપજ્યાં હતાં. વર્લ્ડોમીટરના પ્રમાણે, વિશ્વમાં અત્યાર સુધી લગભગ 55 લાખ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. આમાંથી 3 લાખ 46 હજાર 434 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 22 લાખ 99 હજાર 345 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. વિશ્વના 74 ટકા કોરોનાના કેસ ફક્ત 12 દેશોમાં જ નોંધાયા છે. આ દેશોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 41 લાખ છે.