મુંબઈઃ કોરોનાથી થનારા મોતના આંકડાને લઈ ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તેહાલુદ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે દાવો કર્યો કે કોરોનાથી મોતને લઈ મોદી સકકારે જે આંકડા બતાવ્યા છે તે હકીકતમાં મોતના આંકડાથી અનેક ગણા વધારે છે. તેમણે કહ્યું કે સરકાર મોતના આંકડા છૂપાવી રહી છે. કોરોનાથી થનારા મોતના આંકડાને લઈ પીએમ મોદી વિપક્ષના નિશાન પર છે.


20 લાખ લોકોના મોત


ઓવૈસીએ કહ્યું , દેશમાં બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણના કારણે 20 લાખ લોકોના મોત થયા છે. મોદી સરકારનો આંકડો વાસ્તવિકતાથી ઘણો દૂર છે. સરકાર મોતનો સાચો આંકડો છૂપાવી રહી છે. કોઈપણ રાજ્યમાં આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. દરેક જિલ્લામાં મોતના આંકડા છૂપાવવામાં આવી રહ્યા છે.


મોદી સરકારને આમ આદમી સાથે લેવા દેવા નથી


તેણે જણાવ્યું, ધ ઇકોનોમિસ્ટ અનુસાર જેટલા મોત બતાવવામાં આવી રહ્યા છે તે સાચા આંકડાથી છ ગણા વધારે છે. પરંતુ મોદી સરકાર તેનો સ્વીકાર કરતી નથી. મોદી સરકારને આમ આદમીની તકલીફો સાથે કોઈ લેવા દેવા નથી. કોરોનાની બીજી લહેરમાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. સરકાર વેક્સીનેશનમાં પણ નિષ્ફળ રહી છે. મોદી સરકાર તેમની ખોટી પ્રશંસા થાય તેમ જ ઈચ્છે છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471

  • એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378

  • કુલ મૃત્યુઆંકઃ 3,77,031


દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.