Continues below advertisement

Year Ender:ભારતે 2025ના વર્ષમાં ઘણી અગ્રણી હસ્તીઓ ગુમાવી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, દેશભક્તિ સિનેમાના દિગ્ગજ મનોજ કુમાર, સુપરસ્ટાર ધર્મેન્દ્ર, અભિનેતા પંકજ ધીર અને ઝુબીન ગર્ગ, પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર અને શિવરાજ પાટિલ જેવા લોકોના નિધનથી રાજકારણ અને મનોરંજનની દુનિયામાં ગાઢ શૂન્યાવકાશ વ્યાપી ગયો.

વર્ષ 2025નું વર્ષ ભારત અને વિશ્વ માટે ખૂબ જ દુઃખનું વર્ષ હતું, જેમાં સિનેમા, સંગીત, રાજકારણ, ફેશન અને સામાજિક કાર્યના ક્ષેત્રોના ઘણા અગ્રણી અને પ્રભાવશાળી વ્યક્તિઓનું નિધન થયું. તે બધાએ પોતપોતાના ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી હતી. તો જાણીએ કઇ હસ્તી હવે માત્ર સ્મૃતિપટ પર યાદ બનીને રહી ગઇ.

Continues below advertisement

2025માં જેને દુનિયાને કહ્યું અલવિદા....

મનોજ કુમાર: દેશભક્તિ સિનેમાનો ચહેરો

"ભરત કુમાર" તરીકે જાણીતા મનોજ કુમારનું 4 એપ્રિલ, 2025ના રોજ 87 વર્ષની વયે નિધન થયું. તેમણે 1960 અને 1970ના દાયકામાં હિન્દી સિનેમાને દેશભક્તિની નવી ઓળખ આપી.

ધર્મેન્દ્ર: સિનેમા જગતના હિમેન

ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, 2025ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. રોમાંસ, એક્શન, કોમેડી અને ધીર ગંભીર અભિનયમાં તેમની ભૂમિકા યુગો યુગો સુધી યાગગાર રહેશે, જેનાથી હિન્દી સિનેમામાં એક જીવંત પ્રકરણનો અંત આવ્યો.

વિજય રૂપાણી: રાજકારણના ક્ષેત્રે છોડી અમીટ છાપ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયા ફ્લાઇટમાં મૃત્ય પામ્યા હતા.

પંકજ ધીર: મહાભારતના કર્ણ

ટીવી અને બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા, "મહાભારત" સીરિયલમાં કર્ણની ભૂમિકા માટે જાણીતા પંકજ ધીરનું નિધન 15 ઓક્ટોબર, 2025 ના રોજ થયું.                                                                                                                              

સતીશ શાહ: સાદગીમાં છુપાયેલો રમૂજ

સતીશ શાહનું 25 ઓક્ટોબર, 2025 ના રોજ 74 વર્ષની વયે અવસાન થયું. "સારાભાઈ વર્સિસ સારાભાઈ" જેવા ફિલ્મો અને ટીવી શોમાં તેમણે સાબિત કર્યું કે કોમેડી ઊંચા અવાજ વિના પણ કરી શકાય છે.