ગાડીના પેપર્સ દરેક વખતે સાથે રાખવાની જરૂર નથી
ગત વર્ષે ઓક્ટોબરમાં બનાવવામાં આવેલા નવા નિયમ મુજબ હવે તમારે ગાડીમાં પેપર્સ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેંટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ જેવા ડોક્યુમેંટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે, હવે તમે ટ્રાફિક પોલીસને ડિજિટલ કોપી પણ બતાવી શકો છો.
પોર્ટલ પર સુરક્ષિત રાખી શકાશે દસ્તાવેજ
તમે વાહન સાથે સંકળાયેલા દસ્તાવેજ સરકારી પોર્ટલ પર રાખી શકો છો અને ડોક્યુમેંટની ડિજિટલ કોપી બતાવીને તમારું કામ કરી શકો છો. નવા નિયમ મુજબ હવે ગાડીના કાગળ સાથે રાથવાની જરૂર નથી. સરકારના જણાવ્યા મુજબ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇ ચલણ સહિત વાહન સાથે જોડાયેલા ડોક્યુમેંટને મેંટેન રાખી શકાય છે.