Ajit Doval Security Breach Case: આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં થયેલી ચૂકના સંદર્ભમાં સુરક્ષા કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NSA અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ખામી સર્જાયા બાદ ત્રણ CISF કમાન્ડોને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ સાથે એક DIG અને કમાન્ડન્ટની બદલી કરવામાં આવી છે. આ કમાન્ડો તે સમયે NSA અજીત ડોભાલની સુરક્ષામાં તૈનાત હતા.


આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં એક વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં કાર લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો. 


ત્રણ કમાન્ડોની હકાલપટ્ટી


આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના ઘરે સુરક્ષામાં ખામી સર્જાવાના સંબંધમાં ત્રણ કમાન્ડોની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સિવાય એક ડીઆઈજી અને કમાન્ડન્ટની બદલી કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. કાર ચલાવતા એક વ્યક્તિએ ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેને સુરક્ષાકર્મીઓએ અટકાવ્યો હતો, જે બાદમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.


કોણે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો?


બાદમાં ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ બેંગલુરુ, કર્ણાટકના રહેવાસી શાંતનુ રેડ્ડી તરીકે થઈ હતી. રેડ્ડી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેડ્ડીએ નોઈડાથી લાલ રંગની SUV કાર ભાડે લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષાની જવાબદારી CISF પાસે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમને Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે NSA અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ખામી સર્જાયા બાદ ત્રણ CISF કમાન્ડોને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ સાથે એક DIG અને કમાન્ડન્ટની બદલી કરવામાં આવી છે. આ કમાન્ડો તે સમયે NSA અજીત ડોભાલની સુરક્ષામાં તૈનાત હતા.


આ પણ વાંચોઃ


Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો


Free Doorstep Banking Facility By SBI: આ લોકોને ઘરે જ મળશે SBI તમામ બેન્કિંગ સેવા, બેંકિંગ સંબંધિત સુવિધા મફતમાં મળશે


AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન