દેશમાં એક્ટિવ કેસનો આંકડો 33 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. આ સ્થિતિમાં દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે વધુ એક રાજ્યે લોકડાઉનનો નિર્ણય લીધો છે.
ઓડિશા સરકારે રાજ્યમાં 5થી 19 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઓડિશા સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે 14 દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉન 5 મેથી 19 મે સુધી લગાવવામાં આવશે.
ઓડિશામાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે. છેલ્લા 24 કલાકમાં 8,015 કેસ નવા આવ્યા છે. તો 5,634 લોકો કોરોનાથી રિકવર થયા છે. તો 19 લોકોના મોત થયા છે. આ સાથે કુલ સંક્રમિતોના કેસની સંખ્યા વધીને 4,62,622 થઇ ગઇ છે. જેમાં 3,91,048 કેસ રિકવર થયા છે તો કુલ 2,068 લોકોએ જીવ ગૂમાવ્યાં છે. રાજ્યમાં એકિટવ કેસની સંખ્યા 6,9453 છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ 1,01,80,678 લોકોના ટેસ્ટ થયા છે.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ 33 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 33 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,92,498 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,07,865 લોકો ઠીક પણ થયા છે.