ઓડિશાના કટકમાં મકરસંક્રાંતિના મેળા દરમિયાન બદાંબા-ગોપીનાથપુર ટી-બ્રિજ પર નાસભાગમાં બાળકો સહિત 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.
નોંધનીય છે કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બદાંબાના સિંહનાથ મંદિરમાં લાખો ભક્તોની ભીડ ઉમટી હતી. આ અકસ્માતમાં ઘાયલ 3 લોકોની હાલત હવે સ્થિર છે.
બદાંબા-નરસિંહપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેબી પ્રસાદ મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અંજના સ્વેન નામની 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને કટક શહેરની એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિશ્રાએ જણાવ્યું હતું કે અન્ય ઘાયલોને બદાંબાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે લોકો બે વર્ષ પછી મંદિરમાં દર્શન કરવા આવ્યા હોવાથી ઘણી ભીડ હતી. નાયબ કલેક્ટરના જણાવ્યા અનુસાર, કટક, ખોરધા, પુરી, અંગુલ, ઢેંકાનાલ, બૌધ અને નયાગઢ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.
આ પહેલા યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં નવા વર્ષની ઉજવણી કરતી વખતે એક મોટો અકસ્માત થયો હતો. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આતશબાજી જોવા માટે અહીં એક શોપિંગ સેન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10 વર્ષના બાળક સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
Supreme Court : છોકરા-છોકરીના લગ્નની ઉંમરમાં થશે ધરમૂળથી ફેરફાર? સુપ્રીમ કોર્ટે આપ્યા સંકેત
લગ્નની લઘુત્તમ ઉંમર એક સમાન કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને બરતરફ કરવામાં આવ્યો છે. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ સુધી વધારવા સંબંધિત તમામ કેસ, જે વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવા કહ્યું હતું.