પેરિસઃ ફ્રાંસના ઉદ્યોગપતિ અને રાફેલ ફાઇટર જેટ બનાવતી કંપનીના માલિક ઓલિવિયસ દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત છે. ન્યૂઝ એજન્સી રોયયર્સે તેમના મોતની પુષ્ટિ કરી છે. દસોના મોત પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ પણ શોક વ્યક્ત કર્યો છે. ઓલિવિયર દસૉ રજા ગાળવા ગયા હતા. આ દરમિયાન હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું.


ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ ટ્વીટ કરીને લખ્યું, ઓલિવિયર દસૉ ફ્રાંસને પ્રેમ કરતો હતો. તેમણે ઉદ્યોગપતિ, કાનૂન નિર્માતા, વાયુ સેનાના કમાંડર તરીકે દેશની સેવા કરી હતી. તેમના આકસ્મિક નિધનથી દેશ મોટી ખોટ પડી છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. દસો ગ્રુપ પાસે એવિએશન કંપની ઉપરાંત ફિગારો અખબાર પણ છે. તેઓ ફ્રાંસની નેશનલ એસેમ્બલીમાં વર્ષ 2002માં ચૂંટાયા હતા અને ઓઈસ એરિયાનું પ્રતિનિધિત્વ કરતા હતા.

દસો ફ્રાંસના સાંસદ પણ હતો. ફ્રાંસના ઉદ્યોગપતિ સર્જ દસોના સૌથી મોટા પુત્ર અને દસોના સંસ્થાપક માર્કેલ દસોન પૌત્ર ઓલિવિયરસ દસોની ઉંમર 69 વર્ષ હતી. રાજકીયકારણો અને હિતોના ટકરાવથી બચવા તેમણે દસો બોર્ડમાથી નામ પરત લઇ લીધું હતું.



દુનિયાનો 361મો સૌથી અમીર વ્યક્તિ
ઓલિવર દસો દુનિયાના અમીર વ્યક્તિઓમા સામેલ છે. વર્ષ 2020 ફૉર્બ્સની સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં દસોને પોતાના બે ભાઇઓ અને બહેનની સાથે 361મુ સ્થાન મળ્યુ હતુ. રિપોર્ટ પ્રમાણે દર્સોની સંપતિ લગભગ 7.3 અબજ અમેરિકન ડૉલર છે.

રિપોર્ટ પ્રમાણે, ઓલિવર દસોએ કાર્લે ટ્રાન્ચેન્ટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 1989માં બન્નેએ છુટાછેડા લઇ લીધા હતા. બાદમાં વર્ષ 2009માં ઓલિવર દસોએ નતાચા નિકોલાજેવિક સાથે લગ્ન કર્યા હતા. 69 વર્ષીય ઓલિવર દસોની 54 વર્ષીય પત્ની નતાચા નિકોલાજેવિક હવે કંપનીની મેનેજર છે. રિપોર્ટ પ્રમાણે દસોની સંપતિ તેની પત્ની નતાચા નિકોલાજેવિક અને પુત્રીને મળી શકે છે. ખાસ વાત છે કે ઓલિવર દસોની પુત્રી પણ છે અને તેનુ નામ હેલેના દસો છે, હેલેના દસો એક એક્ટ્રેસ તરીકે જાણીતી છે.

(ફાઇલ તસવીર)

(ફાઇલ તસવીર)