કાબુલ:તાલિબાની આદેશ મુજબ વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે મહિલા શિક્ષક  રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકોઇ મહિલા અધ્યાપક ન મળે તો વૃદ્ધ પ્રોફેસરને પરમિશન આપવામાં આવશે .


અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે તાલિબાનનો ક્રૂર ચહેરો એક વખત ફરી સામે આવ્યો છે. તાલિબાને ફરમાન જાહેર કર્યું છે કે, યૂનિવર્સિટીઝમાં અભ્યાસ કરતી યુવતીઓ અબાયા રોબ અને નિકાબ પહેરીને આવવું જોઇએ. જેથી તેનો પુરો ચહેરો સંપૂર્ણ ઢંકાઇ જાય.


તાલિબાને યુવતીઓ અને યુવકો માટે અલગ –અલગ ક્લાસમાં બેસવાની વ્યવસ્થા કરવાના પણ આદેશ આપ્યાં છે. તદઉપરાંત તાલિબાની આદેશ મુજબ વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે મહિલા શિક્ષક  રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકોઇ મહિલા અધ્યાપક ન મળે તો વૃદ્ધ પ્રોફેસરને પરમિશન આપવામાં આવે .


ઉપરાંત શાળાની વિદ્યાર્થિનીઓ માટે પણ તાલીબાની બહુ લાંબી યાદી સાથે કેટલાક કડક આદેશ આપ્યાં છે.તેના કારણે શિક્ષકો, પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ ભયભિત છે. તાલિબાને શિક્ષણની પરમિશન આપી છે પરંતુ કેટલાક નિયમોના કારણે અફધાનિસ્તાના વિદ્યાર્થીઓ પણ ભયભિત છે.


તાલિબાનનો આદેશ આ અ બધી જ કોલેજ અને વિશ્વવિદ્યાલયો પર લાગૂ પડશે,.  2001માં તાલિબાનનું શાસન ખતમ થઇ જવાની સાથે અફઘાનિસ્તાન સ્વતંત્રતાના માહોલમાં ફલ્યું ફાલ્યું છે. ઉલ્લેખનિય છે કે, 2001 પહેલા  તાલિબાનના શાસનમાં  મહિલાઓને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું હતુ. તાલિબાનના શાસનમાં હવે મહિલાએ ઘરની બહાર જવા માટે કોઇ પુરૂષ પાત્રને સાથે રાખવું જરૂરી છે.


એનઆરએફએ પંજશીરમાં કબ્જાના દાવાને ફગાવ્યો


વિદ્રોહી સંગઠન નેશનલ રિસસ્ટેન્સ ફ્રન્ટ  એટલે કે, NRFએ તાલિબાનીના પંજશીર પર કબ્જાના દાવાને ફગાવ્યો છે. એનઆરએફએ કહ્યું કે,  ચોકી પર હજું પણ અમારા કમાન્ડર  તૈનાત છે.  આ સાથે જ પંજશીર ઘાટીમાં  અલગ અલગ જગ્યાએ પણ અમારા યોદ્ધા તૈનાત છે અને લડાઇ ચાલું છે. NRFએ આશા વ્યક્ત કરી કે, અફઘાનિસ્તાના લોકો આ લડાઇને ચાલું જ રાખશે