શોધખોળ કરો

ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત

Operation Sindoor: ભારતીય વાયુસેનાએ બુધવારે વહેલી સવારે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના ઘર પર હુમલો કર્યો હતો

Operation Sindoor: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની યાદીમાં મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રૌફ અસગરના પુત્ર હુઝૈફાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રૌફ અસગરના ભાઈની પત્નીના મૃત્યુના સમાચાર પણ આવી રહ્યા છે.

ભારતની સર્જિકલ સ્ટ્રાઈકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારતીય વાયુસેનાએ બુધવારે વહેલી સવારે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાએ ભારતીય સરહદથી 100 કિમી દૂર બહાબલપુરમાં મસૂદ અઝહરના ઘર પર સવારે લગભગ 1.30 વાગ્યે હુમલો કર્યો. આ હુમલામાં, મસૂદના છુપાયેલા સ્થળે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જ્યાં તેનો આખો પરિવાર સૂતો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોમ્બ પડતાની સાથે જ પરિવારના 14 સભ્યો મૃત્યુ પામ્યા. જોકે, હુમલા સમયે મસૂદ અઝહર ઘરે હાજર નહોતો.

ભયભીત પાકિસ્તાને કર્યું સરેન્ડર - 

ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાને બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું. યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે અમે અમારો બચાવ કરીશું. પાકિસ્તાની પ્રદેશ પર ભારતના હુમલા બાદ, એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે, ભારતની સૈન્ય કાર્યવાહી બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે તેના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાની વિસ્તારોમાં આ હુમલાઓ કર્યા હતા. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે અમે આનો યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો યોગ્ય જવાબ આપવાનો ઘમંડ થોડા કલાકોમાં જ ગાયબ થઈ ગયો. હવે તેમણે કહેવાનું શરૂ કરી દીધું છે કે જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ કંઈ કરશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ

શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી

લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો

Embed widget