જમ્મૂ કાશ્મીરમાં જેમને નજરબંધ રાખવામાં આવ્યા છે, તેમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામેલ છે. તેમને ગત વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
વિપક્ષના નિવેદન અનુસાર, લોકશાહી મુલ્યો, મૌલિક અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓ પર સતત હુમલા વધી રહ્યા છે. એવામાં અસહમતિની અવાજને ન માત્ર દબાવામાં આવી રહ્યો છે, પરંતુ ગંભીર મુદ્દાઓને ઉઠાવનારને યોજનાબદ્ધ રીતે ચુપ કરવામાં આવી રહ્યા છે.
વિપક્ષ તરફથી મીડિયાને જે પત્ર આપવામાં આવ્યો છે જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા, સીપીઆઈએમના સીતારામ યેચૂરી, સીપીઆઈના ડી રાજા, આરજેડીના મનોજ કુમાર ઝા, પૂર્વ મંત્રી યશવંત સિન્હા, પૂર્વ મંત્રી અરૂણ શૌરીના નામ છે.