કોંગ્રેસના અધિર રંજન ચૌધરી, એનસીપીના સુપ્રિયા સુલે સહિત વિપક્ષના નેતાઓએ લોકસભા સત્રનો બહિષ્કાર કર્યા બાદ સંસદમાં મીટિંગ કરી હતી. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું, ખેડૂતોના મુદ્દે અમારી પાર્ટી અને તમામ વિપક્ષ લોકસભા કાર્યવાહીનો બહિષ્કાર કરીએ છીએ.
આ પહેલા લોકસભામાં ખેડૂતો મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના કેટલાક સભ્યોના હંગામાના કારણે ગૃહની કાર્યવાહી આરંભ થયાના 15 મિનિટ બાદ આશરે એક કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.