Child Vaccination : કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધી પ્રપાત કરી છે. આજે 6 એપ્રિલે ભારતમાં 12 થી 14 વર્ષના 2 કરોડથી વધુ બાળકોને કોરોના વિરોધી કોર્બેવેક્સ વેક્સીનનો  પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કર્યું છે અને કોર્બેવેક્સ વેક્સીનનો પ્રથમ ડોઝ લેનારા તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા છે.






 


16 માર્ચે શરૂ થયું હતું 12-14 વર્ષના બાળકોનું રસીકરણ 


કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત ભારતમાં ગત 16 માર્ચે ભારતમાં 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દેશભરમાં  આ રસીકરણ શરૂ કરાવ્યું હતું.  માત્ર 22 દિવસ જેટલા સમયગાળામાં 12 થી 14 વર્ષના 2 કરોડથી વધુ બાળકોને કોર્બેવેક્સ વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ભારતની આ એક વધુ સિદ્ધી છે. 



ભારતમાં કુલ રસીકરણ 185 કરોડને પાર 
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના 6 એપ્રિલના સવારના એક અહેવાલ મુજબ કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત ભારતમાં કુલ રસીકરણનો આંકડો  185 કરોડને પાર થઇ ગયો છે. જમા 1.98 કરોડ ડોઝ 12 થી 14 વર્ષના બાળકોને પ્રથમ ડોઝના રૂપે આપવામાં આવ્યાં છે.