Centre on Covid Vaccination: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નિષ્ણાત જૂથની ભલામણોના આધારે સરકાર 15 વર્ષ સુધીના બાળકોના રસીકરણ અંગે નિર્ણય લેશે. માંડવિયાએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. દેશના વિવિધ ભાગોમાં શાળાઓ ફરીથી ખોલવાથી બાળકોની સલામતી સામે ઉભા થયેલા જોખમો અંગે ઘણા સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, સરકારે કોવિડની રસી કયા વયજૂથને પહેલા આપવી જોઈએ તે સૂચવવા માટે નિષ્ણાતોના એક જૂથની રચના કરી છે. તેમણે કહ્યું કે હાલમાં 15 થી 18 વર્ષની વયજૂથ માટે રસીકરણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે 15-18 વર્ષની વયજૂથમાં અત્યાર સુધીમાં 67 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. 5 કરોડથી વધારે તરૂણોને રસી આપવામાં આવી છે. દેશમાં 3 જાન્યુઆરીથી તરૂણોનું રસીકરણ શરૂ થયું છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા ઓછો થયો છે. લગભગ એક મહિના પછી, સતત બીજા દિવસે, કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ સામે આવ્યા છે અને 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક લાખ 80 હજાર 456 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે એક લાખ 14 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 23 લાખ 39 હજાર 611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 4 હજાર 62 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 8 લાખ 40 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 9 લાખ 94 હજાર 891 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- કોરોનાના કુલ કેસ - ચાર કરોડ 23 લાખ 39 હજાર 611
- કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 8 લાખ 40 હજાર 658
- કુલ એક્ટિવ કેસ - 9 લાખ 94 હજાર 891
- કુલ મૃત્યુ - 5 લાખ 4 હજાર 62
- કુલ રસીકરણ - 170 કરોડ 21 લાખ 72