હરિદ્વારમાં મહાકુંભના કારણે સંક્રમણ વધી ગયું છે. મહાકુંભના કારણે ઉત્તરાખંડમાં મહામારીનું રોદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આશંકા સેવાઇ રહી છે. શાહી સ્નાન બાદ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં કોરોના મહામારીનું સંક્રમણ શાહી સ્નાન બાદ 88.41 ટકા વધ્યું છે. સંક્રમિતોનો આંકડો હજારોમાં પહોચ્યો છે. હરિદ્રાર અને દેહરાદૂનમાં દરરોજ 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.
હરિદ્રાર કુંભમેળાની ઘાતક અસર કોવિડના કેસ પર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની ગતિ હરિદ્રાર અન દેહરાદુમાં રોકેટ ગતિએ વધી છે. મહાકુંભમાં 30 સાધુ પોઝિટિવ થયા છે. આ આંકડામાં પણ સતત વધારો થઇ શકે છે. હરિદ્રારમાં મહામારીના સમયમાં કુંભમેળાનું આયોજન ભારે પડી રહ્યું છે. સાધુ સંતો સાથે સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે. દેહરાદૂનમાં કોરોનાના 37,743 કેસ સામે આવ્યા છે તો હરિદ્રારમાં 19,575 કેસ પોઝિટિવ આવ્યાં છે.
મહામારીમાં કુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કોરોના સંક્રમિત થતાં. કપિલ દેવદાસનું 65 વર્ષે મોત નિપજ્યું છે. તેમની કૈલાશ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટીલેટર પર રખાયા હતા, સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓને 12 એપ્રિલે દેહરાદૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
મહાકુંભમાં આખરે કોરોનાનું સંક્રમણ વધતાં અને 30 સાધુ સંતો સંક્રમિત થયા બાદ નિરંજન અખાડાના રવીન્દ્ર પુરીએ 15 દિવસ પહેલા જ કુંભેમળો સમપ્તા થઇ ગયાની જાહેરાત કરી દીધી. જો કે કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં વધ્યું હોવા છતાં પણ અધિકારીઓ દ્રારા હજુ સુધી આવી કોઇ જાહેરાત નથી કારઇ. મહાકુભ 30 એપ્રિલ સુધી ચાલનાર છે.
જો કે કોરોનાનું સંક્રમણ વધતા અને અખાડા દ્રારા મેળાની સમાપ્તીની જાહેરાત કરાતા હાલ મેળામાંથી લોકોની વાપસી શરૂ થઇ ગઇ છે.દેશમાં કોરોનાની મહામારીએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે, 24 કલાકમાં2 લાખથી વધુ કેસો નોધાઇ રહ્યાં છે. સ્માશાનમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. જયાં જુઓ ત્યાં કોરોના કાળ બનીને તાંડવ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મહાકુંભનું આયોજન કેટલી હદે યોગ્ય હતું ? મહામારીમાં મહાકુંભ સામે વેધક સવાલ થવા સ્વાભાવિક છે.