બેંગલુરુઃ કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન કોરોના ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું. હવે કર્ણાટક હાઈકોર્ટે નિમેલી એક ફેક્ટ ફાઇડિંગ ટીમે જણાવ્યું કે, આ વર્ષે 2થી 3 મેની વચ્ચે ઓક્સિજનના અભાવને કારણએ ચામરાજનગર આયુર્વિબાન સંસ્થાન (જિલ્લા હોસ્પિટલ)માં 24 કોરોના દર્દીના ઓક્સિજનના અભાવને કારમે મોત થયા.
હાઈકોર્ટે 5-5 લાખ વળતર આપવા કહ્યું
હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે, 24 મોતમાંથી ત્રણા મોત ઓક્સિજ (oxygen) ના અભાવે થયા, જ્યારે 10 અન્ય મોત ઓક્સિયની સપ્લાઈ આપ્યા બાદ થયા. કોર્ટે 6 જુલાઈના રોજ એક આદેશમાં રાજ્ય સરકારને તમામ 13 પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, બધાના મોતનું કારણ ઓક્સિજનનો અભાવ હતું. જોકે બાકીના 11 પરિવાર માટે કોર્ટે સત્તાવાર તપાસ રિપોર્ટની રાહ જોવાનો નિર્ણય કર્યો છે.
હાઈકોર્ટે આદેશમાં શું કહ્યું ?
હાઈકોર્ટે 6 જુલાઈના આદેશમાં કહ્યું, “સેવાનિવૃત્ત જજ માનનીય શ્રી ન્યાયમૂર્તિ એએન વેણુગોપાલ ગૌડાની અધ્યક્ષતામાં સમિતિ તરફથી આપવામાં આવેલ એક રિપોર્ટના આધારે કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે 2 મે, 2021ની રાત્રે 10-30 કલાકથી લગભગ 3 મે, 2021ના રોજ બે કલાક સુધી ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન (oxygen) હતો નહીં, જેના કારણે 24 દર્દીના મોત થયા.”
સરકારે સંસદમાં શું કહ્યું હતું ?
સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પરાવને પૂછવામાં આવ્યું હતું કે, શું બીજી લહેર દરમિયાન ઓક્સિજન મળવાને કારણે રસ્તા ને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા ? તેના પર પવારે કહ્યું હતું કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે અને રાજ્ય ને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા વિશે કેન્દ્રને નિયમિત જાણકારી આપે છે. અને હાલમાં કોઈપણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે ઓક્સિજન (oxygen) ના અભાવે કોઈનું પણ મોત થયાની જાણકારી આપી નથી.