Pahalgam Terror Attack: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "પહેલગામમાં એક ચોક્કસ ધર્મને નિશાન બનાવીને આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું, જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. અમે ફક્ત આ કૃત્યના કાવતરાખોરો સુધી જ નહીં, પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું."

Continues below advertisement

Continues below advertisement

 

 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અમાનવીય કૃત્યથી આપણે બધા ઊંડા શોક અને પીડામાં છીએ. સૌ પ્રથમ, હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું આ દુઃખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું."

'ભારતને ડરાવી નહીં શકો'

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે આપણી ઝીરો ટોલરન્સ નિતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે (23 એપ્રિલ, 2025) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો.

અત્યાર સુધી 27 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના પહેલાગાંવમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાના અહેવાલ છે. સશસ્ત્ર આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા અને પછી તેમને કલમા પઢવાનું કહ્યું. આ પછી તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ આતંકવાદી હુમલામાં 20 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. આ દરમિયાન આતંકવાદીએ પ્રવાસીઓને કહ્યું કે તમે લોકોએ મોદીને ખૂબ માથે ચઢાવીને રાખ્યા છે.

પહેલગાંવ આતંકવાદી હુમલા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે રવાના થયા હતા. પરંતુ તેમના ગયા પછી આતંકવાદી હુમલો થયો. જે બાદ તેઓ વતન પરત આવી ગયા. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ, પીડિતોમાંથી એકે કહ્યું, "આતંકવાદીઓએ અમને વડાપ્રધાન મોદીના નામે ધમકી આપી અને પછી કહ્યું કે તમે લોકોએ મોદીને માથે ચઢાવીને રાખ્યા છે." તેના કારણે અમારો ધર્મ જોખમમાં છે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે."