Pahalgam Attacker Photo: પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકીની પ્રથમ તસવીર આવી સામે
Pahalgam Attacker Photo: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા

Pahalgam Terrorists First Photo: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા. આ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીની પહેલી તસવીર સામે આવી છે. તે પઠાણી સૂટ પહેરેલો જોવા મળ્યો હતો અને તેના હાથમાં એક અત્યાધુનિક હથિયાર હતું. હુમલા પહેલા આતંકવાદીઓએ સંપૂર્ણ યોજના બનાવી હતી. હુમલા પછી કયો રસ્તો અપનાવવો તે પણ તેઓએ નક્કી કરી લીધું હતું. પહલગામ આતંકવાદી હુમલામાં બે વિદેશી નાગરિકોના પણ મોત થયા હતા.
મંગળવારે બપોરે પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી તેમને ગોળી મારી દીધી હતી. હુમલા પછી આતંકવાદીઓએ બહાર નીકળવાની યોજના પણ બનાવી હતી. હુમલા બાદ તે ભાગી ગયો. જોકે, હવે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીની પહેલી તસવીર સામે આવી છે. તે પઠાણી સૂટમા જોવા મળે છે. આ તસવીરની મદદથી સુરક્ષા એજન્સીઓને ઘણી મદદ મળી શકે છે.
પહલગામ હુમલા બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ ચાલુ છે. સેનાના સૈનિકો પણ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.
વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં છે. તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને જેદ્દાહથી દિલ્હી પરત ફર્યા હતા. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પહોંચ્યા છે. ડોભાલ એરપોર્ટ પર તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. પીએમ મોદી ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પીએમ મોદી હવે ટૂંક સમયમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજશે.





















