Ceasefire:  પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પાસે ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને થયેલા નુકસાનની તત્કાળ કોઇ જાણકારી મળી શકી નથી. પરંતુ અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે. ભારતીય સેનાએ આ જાણકારીની પુષ્ટી કરી નથી અને આ માહિતીનું ખંડન પણ કર્યું નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનો શહીદ થયાના એક દિવસ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

પૂંછના તારકુંડી વિસ્તારમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન

25 ફેબ્રુઆરી, 2021ના રોજ ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામ કરારને રિન્યૂ કર્યા બાદથી નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ ઉલ્લંઘનની ખૂબ જ ઓછી ઘટનાઓ નોંધાઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પર તારકુંડી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો.

લેન્ડમાઇન વિસ્ફોટમાં JCO ઘાયલ

આ દરમિયાન પાકિસ્તાની આર્મી ઓફિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તારીખનો ઉલ્લેખ નથી. દરમિયાન, ભારતીય સેનાના એક જૂનિયર કમિશન્ડ ઓફિસર (JCO) આજે સાંજે ભૂલથી લેન્ડમાઈન પર પગ મુકતા તેમને થોડી ઈજા થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મેંઢરના રહેવાસી જેસીઓ એક પેટ્રોલિંગ ટીમનો ભાગ હતા જે આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે નિયંત્રણ રેખા પર કડક નજર રાખી રહી હતી. ઘાયલ અધિકારીને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયામાં સરહદ પાર દુશ્મનની ગતિવિધિઓ વધી છે જેના કારણે નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.

Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર