Pakistan On Hafiz and Dawood: પાકિસ્તાને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમને ભારતને સોંપવાના પ્રશ્નનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના ડેલિગેશન મોહસિન બટ્ટને દાઉદ ઈબ્રાહિમની પાકિસ્તાનમાં હાજરી અને તેને ભારત મોકલવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જો કે, મોહસિન બટ્ટે મૌન સેવ્યું હતું.


મોહસીન બટ્ટની બોલતી બંધ થઈ ગઈ


દાઉદ ઈબ્રાહિમ, મસૂદ અઝહર, હાફિઝ સઈદ સહિત ભારતના ઘણા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનમાં છે. આ જાહેર કરાયેલા ગુનેગારો સામે ભારતની 'રેડ નોટિસ' છતાં પાકિસ્તાને કોઈ કાર્યવાહી કરી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં આતંકવાદ દરરોજ ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ઈન્ટરપોલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના (FIA) ડાયરેક્ટર જનરલ મોહસીન બટ્ટને જ્યારે પુછવામાં આવ્યું કે, પાકિસ્તાન દ્વારા દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને ભારતને સોંપવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે? શું દાઉદ અને સઈદને ભારતને સોંપવામાં આવશે? આ પ્રશ્ન સાંભળીને મોહસીન બટ્ટની બોલતી બંધ થઈ ગઈ હતી તેઓ ફક્ત આભાર કહીને ચૂપ થઈ ગયા હતા. આ દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.






પાકિસ્તાની લોકો આતંકવાદ સામે હથિયાર ઉઠાવવા તૈયાર


ચારબાગ તાલુકાના વિવિધ ભાગોમાંથી વડીલો, યુવાનો અને બાળકોએ ખીણમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરતા સૂત્રો સાથેના પ્લેકાર્ડ સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો.  પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, શુક્રવારે સ્થાનિક સંગઠન સ્વાત કૌમી જીર્ગા દ્વારા આ વિરોધનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે સ્વાતના ખ્વાજાખેલા તહસીલના મટ્ટા ચોક ખાતેના તેમના વિરોધ દરમિયાન, વિરોધીઓએ ચેતવણી આપી હતી કે જો અધિકારીઓ તેમની યોગ્ય ભૂમિકા ભજવવામાં નિષ્ફળ જશે, તો તેઓ આતંકવાદીઓ સાથે વ્યવહાર કરવા માટે શસ્ત્રો ઉપાડી શકે છે.