UP BJP New Chief:ભારતીય જનતા પાર્ટીએ રવિવારે (14 ડિસેમ્બર, 2025) ના રોજ નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને ભાજપના ઉત્તર પ્રદેશ એકમના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કર્યા. ચૌધરી બિનહરીફ ચૂંટાયા, કારણ કે, 13 ડિસેમ્બરની નામાંકન પ્રક્રિયા દરમિયાન તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. 14 ડિસેમ્બરના રોજ લખનૌમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં તેમના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, "આજે, 14 ડિસેમ્બર, 2025 ના રોજ, સંગઠન પર્વ (સંગઠન દિવસ) ના શુભ પ્રસંગે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે, પંકજ ચૌધરીને ભારતીય જનતા પાર્ટી, ઉત્તર પ્રદેશના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા છે. હું આ આ જાહેરાત કરતા ખૂબ હર્ષ અનુભવી રહ્યો છું
પંકજ ચૌધરી મહારાજગંજ સંસદીય મતવિસ્તારમાંથી સાત વખત સંસદ સભ્ય રહ્યા છે અને કુર્મી જાતિના છે, જે અન્ય પછાત વર્ગ (OBC) હેઠળ આવે છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.
કુર્મી સમુદાયનો ઉત્તર પ્રદેશના ઓબીસીમાં નોંધપાત્ર પ્રભાવ છે, અને 2024ની લોકસભા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં, આ જાતિ રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ, સમાજવાદી પાર્ટી તરફ ઝુકાવ ધરાવે છે. પંકજ ચૌધરીની રાજકીય કારકિર્દી સ્થાનિક સ્તરે શરૂ થઈ હતી, તેમણે 1989 થી 1991 સુધી ગોરખપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન, તેમણે એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને ગોરખપુરના ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અભિનંદન પાઠવ્યા
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા બદલ અભિનંદન આપ્યા. નાયબ મુખ્યમંત્રીએ લખ્યું, "ભારત સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પંકજ ચૌધરી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ... મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ, સંગઠન નવી ઉર્જા અને દૃઢ નિશ્ચય સાથે જાહેર સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. પીએમ મોદી અને તમારા નેતૃત્વ હેઠળ, ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠન અપાર ઊંચાઈએ પહોંચશે અને નિઃશંકપણે 2027 માં ઉત્તર પ્રદેશમાં જંગી વિજય પ્રાપ્ત કરશે."