Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા (PPC) ની આઠમી આવૃત્તિ આજે યોજાઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા હતા. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષા માટે પોતાની જાતને તમારે તૈયારી કરવી પડશે, તમારા પર દબાણ છે.

વડાપ્રધાન મોદીએ ક્રિકેટનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ક્રિકેટ રમતી વખતે સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. કોઈ કહે છે ફોર, કોઈ કહે છે સિક્સ. પરંતુ બેટ્સમેન શું કરે છે? તે બોલને જુએ છે. જો તે આ બધામાં સામેલ થઈ જાય કે દર્શકોએ કહ્યું છે કે મારે સિક્સ ફટકારવાની છે લગાવી દઉં તો તે આઉટ થઇ જશે. જેનો અર્થ એ છે કે તેને દબાણની કોઈ પરવા નથી. તેનું સંપૂર્ણ ધ્યાન બોલ પર છે.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જો તમે પણ તે પ્રેશરને મનમાં ન લેતા તમારુ ધ્યાન આજે મે આટલો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું છે અને જો તેઓ કરી લો છો તો તમે તે પ્રેશરમાંથી  બહાર નીકળી શકશો.

દરેક વ્યક્તિએ ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે

પીએમએ વધુમાં કહ્યું કે દિવસમાં 24 કલાક હોય છે અને દરેકને ફક્ત 24 કલાક જ મળે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અને કેટલાક પોતાનો સમય બગાડી રહ્યા છે. આનું એક જ કારણ છે – સમયને યોગ્ય રીતે મેનેજ ન કરવો. તેમને ખબર નથી કે તેમનો સમય કેવી રીતે વાપરવો. મારે સૌથી પહેલા વિચારવાનું છે કે મારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. તમારા ટાઇમ ટેબલને લખો અને તેને ફોલો કરો કે આ કાર્યો કાલે કરવાના છે અને બીજા દિવસે કામ પૂર્ણ થયું છે કે નહીં તે ચિહ્નિત કરો.

અભ્યાસની સાથે આરામ કરવો પણ મહત્વપૂર્ણ છે

પીએમ મોદીએ કહ્યું કે અભ્યાસની સાથે થોડો આરામ કરવાની પણ જરૂર છે. આ માટે, માતાપિતાને સમજાવો કે આપણે રોબોટની જેમ જીવી શકતા નથી, આપણે માણસો છીએ. આપણે આપણા વિકાસ માટે અભ્યાસ કરીએ છીએ. શિશુ મંદિરમાં તમને વિચાર આવ્યો હશે કે હું શા માટે સખત મહેનત કરી રહ્યો છું. એટલા માટે હું કહું છું કે જો તમે બાળકોને ગ્રો કરી શકતા નથી. તેમને ખુલ્લું આકાશ જોઈએ છે. તમારે તમારી પસંદગીના કામ કરવા જોઈએ.